જાહેર માર્ગ પર બાઈકો પાર્કિંગ કરી દેતા છાશવારે અકસ્માત સર્જાયો છે...

વિરપુર બસ સ્ટેન્ડ સામે ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત ગંભીર ન હતો પણ જાહેર માર્ગ પર આડેધડ બાઈકો પાર્કિંગ કરી દેતા છાશવારે આ સ્થળે અકસ્માત સર્જાય છે ત્યારે બાઈકો પાર્કિંગ કરતા બાઈક સવારો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ત્યારે મળતી વિગતો અનુસાર વિરપુર બસ સ્ટેન્ડ સામે ટ્રેક્ટર પસાર થતું હોય તે દરમ્યાન કાર પસાર થતી હતી ત્યારે રસ્તો સાંકડો હોવાના કારણે કારને ઘસડાઈ નિકળતા કારને નુકસાન થયું હતું જોકે કારની અંદર બેઠેલા વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો જોકે આ માર્ગ સામેની જગ્યાએ દુકાનો આવેલી છે આ દુકાનોના કારણે બાઈકો સવારથીજ પાર્કિંગ કરી દેવામાં આવે છે જેના કારણે રસ્તો સાંકડો થઇ જાવ છે જેના કારણે અવાર નવાર વાહનચાલકો તેમજ પસાર થતા રાહદારીઓને અકસ્માત સર્જાય છે ત્યારે બસ સ્ટેન્ડ સામેના વિસ્તારમાં ગેરકાયદેસર પાર્કિંગ કરવામાં આવતી બાઈકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે...