ડીસામાં રામનગરમાં મકાન ભાડે રાખી ડ્રગ્સ હેરાફેરીમાં બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસના હાથે ઝડપાયેલા શખસને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેથી પોલીસ દ્વારા તેને તપાસ અર્થે રાજસ્થાન લઈ જવાયો છે. આ કેસમાં તપાસ દરમિયાન અનેક મોટા ડ્રગ્સ સપ્લાયરોના નેટવર્કનો પર્દાફાશ થઈ શકે તેમ છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસા શહેરમાં ડ્રગ્સની હેરાફેરીની ફરિયાદોની તપાસ દરમિયાન એસ.ઓ.જી. ની ટીમને ડીસાના રામનગર વિસ્તારમાં આવેલ એક મકાનમાં અચાનક તપાસ કરતા ડ્રગ્સના જથ્થા મૂળ સુઈગામના કુંભારખા ગામનો વિપુલ ગંગારામ વણોદને ઝડપી લઇ તેની પાસેથી 18.27 ગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો.

વિપુલ વણોદ રામનગરમાં મકાન ભાડે રાખીને રહેતો હતો અને ડીસામાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો. પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા આ માદક પદાર્થનો જથ્થો આપનાર સુરેશ ક્રિષ્નારામ વિશ્નોઇ (રહે.લાછીવાડા, તા.જી. સાંચોર, રાજસ્થાન) તેમજ આ જથ્થો લેનાર સંજય ભેમાજી ઠાકોર (રહે. સિંધી કોલોની ડીસા) નું નામ ખુલ્યું હતું.

જેથી પોલીસે બંનેને આરોપી તરીકે દર્શવી તેઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે આરોપી વિપુલ વણોદને ડીસા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેથી પોલીસ દ્વારા તેને તપાસ સાથે રાજસ્થાન લઈ જવાયો છે. પોલીસ પણ ડીસાના યુવાનોને ડ્રગ્સના રવાડે ચડતા બચાવવા માટે અને અટકાવવા માટે આ કેસમાં એક એક કડીની તપાસ કરી રહી છે ત્યારે આ કેસમાં પોલીસ તપાસ દરમિયાન ડ્રગ્સ સપ્લાયનું મોટું નેટવર્ક બહાર આવે તેવી શક્યતા છે.