થરાદના કરબુણ ગામે હરસિદ્ધિ માતાજીનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન..   

રોજના લાખો શ્રદ્ધાળુઓ એ દર્શન કરતા હતા..

 મંદિરની જગ્યાએ થી ૯૦૦ વર્ષે જુના અવશેષો, શિલાલેખ માળી આવેલ છે

 થરાદ તાલુકાના કરબૂણ ગામે અખિલ ભારતીય આંજણા કાગ પરિવાર દ્વારા હરસિદ્ધિ માતાનો ત્રિ દિવસિયે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં સમગ્ર ભારત માંથી આંજણા કાગ પરિવારો મહોત્સવ ના ભાગીદાર બન્યા હતા. થરાદના કરબુણ ગામે અખિલ ભારતીય આંજણા કાગ પરિવાર દ્વારા હર ઘર સિધ્ધી આપનાર શ્રી હરસિધ્ધી માતાજીની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, થરાદના કરબુણ ધામે શ્રી હરસિદ્ધિ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૦મી ફેબ્રુઆરીએ શુભારંભ થયા બાદ ગતરોજ ૨૨મી ફેબ્રુઆરીએ પ્રતિષ્ઠા સંપન્ન થતા પ્રથમ દિવસે ગણેશ પૂજન, દ્વિતીય દિવસે જલયાત્રા, શોભાયાત્રા સહિત પ્રતિષ્ઠાના તૃતીય દિવસે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગતરોજ પ્રતિષ્ઠાના દિવસે હેલીકોપ્ટર મારફતે સંત પદમારામજી મહારાજ સહિત દાતાઓને હેલીકોપ્ટરમાં સ્થાન આપી પુષ્પ વર્ષા કરાઈ હતી. અને સંતો મહંતો ની હાજરીમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. જે જગ્યાએ મંદિર બનાવવામાં આવ્યું છે તે જગ્યાએ નો હિતિહાસ નવસો વર્ષ પહેલાં નો છે આ જગ્યાએ થી પૌરાણિક અવશેષે મળી આવ્યા છે આ અવશેષો લોકોને જોવા માટે જાહેરમાં મુકવામાં આવ્યા છે. કરબુણું ગામે હરસિદ્ધિ માતાજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.જેમાં અખિલ ભારતીય આંજણા ચૌધરી કાગ પરિવાર દ્વારા હરસિદ્ધિમાતાજીની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા અને અંતિમ દિવસે લાખોની સંખ્યામાં સમગ્ર ભારતમાંથી ચૌધરી પરિવારના લોકો દર્શન કરવા ઉમટયા હતા. તેમજ પ્રતિષ્ઠા મહોત્સવમાં શાસ્ત્રી યોગેશભાઈ ત્રિવેદી અને શાસ્ત્રી દિનેશભાઈ ત્રિવેદીના મુખેથી વૈદિક મંત્રોચ્ચાર સાથે ધામધૂમથી પ્રતિષ્ઠા કરાઈ હતી..