ડીસા તાલુકાના ઝેરડા નગરે મુનિસુવ્રત સ્વામી જૈન મંદિરે આજે 31 મી ધજા મહોત્સવ યોજાયો હતો અને દિવસભર વિવિધ કાર્યક્રમો યોજાતા ગુરુજનોના આશીર્વાદ લેવા સમગ્ર ગુજરાતમાંથી ભાવિક ભક્તો ઉમટ્યા હતા.
ડીસા તાલુકાના ઝેરડા નગરે મુનિસુવ્રત સ્વામી જૈન મંદિરે આજે 31 મી ધજા મહોત્સવ નિમિત્તે પરમ પૂજ્ય અધ્યાત્મસ સમ્રાટ આચાર્ય ગુરૂ ભગવંત યોગતિલક સુરી મહારાજાના શિષ્ય મુનિરાજ શ્રી સાંત તિલક વિજયજી મહારાજ સાહેબ આદી થાણા તેમજ શ્રી સંઘના અને ધોકા પરીવારના દીક્ષિત પુજ્ય મુનિરાજ શ્રી કીર્તિ તિલક વિજયજી મહારાજા દિક્ષા પછી 10 વર્ષે સૌ પ્રથમ વાર શ્રી સંઘમાં પધાર્યાં હતા.
એવમ 7 ઠાનાની નિશ્રામાં ભવ્ય ધજા મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેરાસરની બાજુમાં આધતન એવો ધર્મશાળા અને ભજન શાળાનું ખંડનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. ધજા મહોત્સવ દીવી દિવસે 18 અભિષેક એમ 17 ભેદી પૂજા બહુ ધામધૂમથી ઉજવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ઝેરડા ગામ તેમજ સુરત, મુંબઇ, પુના, અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાંથી ભાવિકો ભક્તો પધાર્યા હતા અને ખૂબ સરસ મજાના આનંદમાં આખા દિવસનો મહોત્સવ ઉજવાયો હતો. દિવસભર ગુરુજનોના પ્રવચનો, ગુરુપૂજન, બે ટાઇમના સાધનો પણ ખૂબ સારી રીતે યોજાયા હતા. પ્રભાવનાઓ, સંઘનો, ભવન બહુમાનો થતા ઉત્કૃષ્ટ માહોલ સર્જાયો હતો.