ડીસાની સરસ્વતી વિદ્યાસંકુલ ખાતે પ્રાથમિક વિભાગમાં ભણતરની સાથે જીવન ઘડતરના પાઠ શિકવડવામાં આવે છે. જે અંતર્ગત આજે યોજાયેલા બાળ મેળામાં બાળકોએ 100 થી વધુ કૃતિઓ રજૂ કરી હતી.
શાળામાં બાળકોને અભ્યાસની સાથે સાથે જીવન ઉપયોગી માર્ગદર્શન અને જ્ઞાન મળી રહે તે માટે ડીસાની સરસ્વતી વિદ્યાસંકુલમાં પ્રાથમિક વિભાગ દ્વારા બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 1થી 8ના વિધાર્થીઓ જુદી જુદી કૃતિઓ રજૂ કરી હતી. આ કૃતિઓમાં ગણિત વિજ્ઞાન તેમાં રેત ઘડી, ફાર્મ હાઉસ, ઘર, મોબાઈલના ફાયદા ગેરફાયદા, પક્ષીઘર, હોસ્પિટલ, દાવાનળ, સ્વીચ કુલર, ટેરેસ ગાર્ડન, ગણિતના વિવિધ સૂત્રો, સંખ્યાજ્ઞાન, ચંદ્રયાન થ્રી વગેરે કૃતિઓ રજૂ કરી હતી.
આ કૃતિ નિહાળવા માટે શાળાના તમામ વિભાગના સ્ટાફ મિત્રો, વાલી મિત્રો તેમજ શાળાના તમામ વિભાગના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ વિજ્ઞાન મેળાને વાલી હિતેશસિંહ રાજપૂતના હસ્તે રીબીન કાપી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમને કુમકુમ તિલક, ચોખા તેમજ પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું અને શાળાના સંચાલક વસ્તાભાઈ તથા માધ્યમિક શાળાના આચાર્ય પ્રકાશભાઈ, તેમજ પ્રાથમિક શાળાના આચાર્ય ગીતાબેન ચૌધરી, વાલી રત્નાભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરી વિજ્ઞાન મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને બાળકોને આશિર્વચન આપ્યા હતા.