Gujaratમાં નકલી સરકારી અધિકારી, નકલી પોલીસ, નકલી ટોલ નાકું, નકલી કચેરી અને નકલી દવા બાદ હવે નકલી દૂધ ઝડપાયું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ગાંધીનગરથી ટેન્કરમાં પાલનપુર લઈ જવાતું રૂ. 4.17 લાખની કિંમતનું 10 હજાર લિટર નકલી દૂધ ઝડપી પાડ્યું હતું. આ દૂધનું ઉત્પાદન ગાંધીનગરની ગામડીવાલા મિલ્ક પ્રોસેસર પેઢી દ્વારા કરાયું હતું, જેની તપાસ કરતા તેમાં માલ્ટોડેક્સટ્રીન પાવડરની ભેળસેળ હોવાનું માલુમ પડ્યું હતું. આ દરમિયાન ગાંધીનગર સ્થિત પેઢી પર અન્ય ખાદ્ય ચીજવસ્તુની પણ તપાસ કરાઈ હતી. તે અંતર્ગત રૂ. 83 હજારની કિંમતનું ચીઝ-પનીર પણ જપ્ત કરીને તપાસ હાથ ધરાઈ છે.