જાફરાબાદ ના ફાચરીયા માં બ્લોક ફિટ કરવાની બાબતે મનુભાઈ ભીલ ને લાકડી વડે માર મારી!! મારી નાખવાની ધમકી આપતી ફરિયાદ નાગેશ્રી પોલીસ સ્ટેશન માં અપાઈ : માતાજીના મઢ સુધી બ્લોક નાખવાનું કહી યુવકને માર મારી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ જાફરાબાદ તાલુકાના ફાચરીયામા રહેતા મનુભાઇ અરજણભાઇ ભીલ ઉ.વ .૪૨,નામના યુવાને નાગેશ્રી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે અહી રહેતા હિમત મેરામભાઇ પરમાર નામના શખ્સ તેને માતાજીના મઢ સુધી બ્લોક નાખવાનુ કહ્યું હતુ . જેથી તેને કહેલ કે જે રસ્તે બ્લોક નાખવાનુ મંજુર થયુ છે તે જગ્યાએ જ નખાશે . જો કેઆ બાબતે હિમત પરમારે બોલાચાલી કરી ગાળો આપી લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી હતી . તેમજ મારી નાખવાની ધમકી આપી હતી . બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ એમ.એલ.ભેરડા આગળની તપાસ ચલાવી રહ્યાં છે . રીપોર્ટર ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.