ડોક્યુમેન્ટ સુધારા બાબતે

સરકારશ્રી ધ્વારા ઝડપી નિકાલ, પારદર્શિતા તેમજ કાર્યક્ષમતામાં વધારો થાય તે હેતુસર વિચારધારા અમલમાં મુકવામાં આવે છે. અને તે અંતર્ગત વંચાણે લીધેલ ક્રમાંક ૧ થી ૩ ધ્વારા સૂચનાઓ પરિપત્ર કરેલ છે જે અન્વયે ભારત દેશના દરેક નાગરિકે પોતાના આધારકાર્ડ, ચુંટણી કાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, રેશનકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, તેમજ અન્ય તમામ ઓળખપત્રમાં પોતાના નામ, પિતાનું નામ, માતાનું નામ, જન્મ તારીખ, તેમજ સ્પેલિંગમાં તમામ ઓળખપત્રોમાં એક સમાન નામ, એક સમાન સ્પેલિંગ તેમજ એક સમાન જોડણી હોવી જરૂરી છે. જેથી દરેક નાગરિકે પોતાની પ્રાથમિક ફરજ સમજી સુધારા કરાવી લેવાના રહેશે. જેથી કાર્યવાહીનો ઝડપી નિકાલ, પારદર્શિતા તેમજ કાર્યક્ષમતા સુનિશ્ચિત કરી શકાય જો કોઈ પણ ઓળખપત્રમાં એક સમાન નામ ગુજરાતી તથા અંગ્રેજીમાં તેમજ જોડણી તેમજ સ્પેલિંગની ભૂલો હશે તો કોઈ પણ ડોક્યુમેન્ટ માન્ય ગણવામાં આવશે નહી તેમજ તે કચેરીઓમાં અમલી ગણાશે નહી. આ સુચનાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.