ડીસામાં બનેલા નવીન બ્રિજ પર મોટી તિરાડો પડતા વાહન ચાલકોમાં ભય ફેલાયો છે. સવા 200 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ બ્રિજ પર માત્ર બે વર્ષના ગાળામાંજ મોટી તીરાડો પડતા કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
બનાસકાંઠાના ડીસામાં વાહનચાલકોને તકલીફ ન પડે અને ટ્રાફિક વગર સરળતાથી પસાર થઈ શકે તે માટે સરકારે સવા 200 કરોડ રૂપિયાના ખર્ચે એલિવેટેડ બ્રિજ બનાવ્યો છે. જે બ્રિજ રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બનાવવામાં આવ્યો છે. જ્યારે બ્રિજ બની રહ્યો હતો ત્યારે તેની કામગીરીને લઈને અનેક વિવાદ ઊભા થયા હતા. ત્યાર બાદ હવે માત્ર બે વર્ષના સમયગાળામાં જ આ બ્રિજ પર મોટી તિરાડો પડતા વાહનચાલકોમાં ભય ફેલાયો છે. આ બ્રિજ પરથી રોજના અંદાજે 10,000 થી પણ વધુ વાહનચાલકો પસાર થાય છે.
ત્યારે આ બ્રિજ પર પડેલી થિરાડોથી વાહન ચાલકોની સુરક્ષાને સવાલો ઊભા થયા છે. આ તિરાડો અંગેની જાણ થતા જ નેશનલ હાઈવે ઓથોરિટીની દેખરેખ રાખનાર એજન્સી અને રચના કન્સ્ટ્રક્શન કંપનીના સુપરવાઇઝર તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બ્રિજનું નિરીક્ષણ કરી ઉચ્ચ સ્તરે આગળની કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી.
આ મામલે હરેશ ઠક્કરે જણાવ્યું હતું કે, બ્રિજ પર તિરાડ પડી છે તેના કારણે ભવિષ્યમાં મોટું નુકસાન થઈ શકે છે. જેના કારણે વાહનચાલકોમાં પણ ભયનો માહોલ છે. બ્રિજ જ્યારથી બન્યો ત્યારથી વિવાદમાં રહ્યો છે. જે ભ્રષ્ટાચારનો નમુનો છે.
આ અંગે બ્રિજ બનાવનાર રચના કન્સ્ટ્રક્શન કંપનીના સુપરવાઇઝર મુકેશ ગઢવીએ જણાવ્યું હતું કે, બ્રિજમાં તો હાલ કોઈ જ પ્રોબ્લેમ નથી. નોર્મલ જે ક્રેક છે એ બધા બ્રિજમાં આવે છે. 15-15 મીટરમાં આવી ક્રેક આવવાની છે. કોઈ ગાડી ટકરાય તો પણ આવી ક્રેક થાય છે આના માટે આવતીકાલે અમદાવાદથી ટીમ આવે છે અને બ્રિજનું ચેકઅપ થઈ જશે. નોર્મલ ક્રેક છે કોઇ મેજર ક્રેક નથી, બીજું કોઇ પ્રોબ્લેમ જેવું નથી. તોય તમારા ધ્યાનમાં આવ્યું છે એટલે અમે ચેક કરાવી લઇશું.