સોજીત્રા મોટી ચોકડી વિસ્તારમાં તંત્ર દ્વારા સોમવારથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મોટી ચોકડી આસપાસના વિસ્તારમાં બનાવવામાં આવેલા પાકા કોમ્પ્લેક્સો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત દબાણમાં આવતા મકાનો તોડવાની કામગીરી મંગળવારના રોજ તંત્ર દ્વારા કરવામાં આવી હતી.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંગળવારના રોજ તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.