હાલોલ શહેર પોલીસ મથકની હદમાં આવેલ અને શહેર પોલીસ મથકથી થોડાક જ અંતરે આવેલ ચોકસી બજારમાં ગત મધ્યરાત્રીના સુમારે ત્રણ જેટલા તસ્કરો દ્વારા ચોકસી બજારમાં આવેલી સોના ચાંદીના દાગીનાની હર્ષ જવેલર્સ નામની દુકાનના શટરના તાળા તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો જેમાં તસ્કરો રાત્રિના સન્નાટામાં અંધકારનો લાભ લઇ પોલીસ મથકની નજીકમાં જ આવેલ ચોક્સી બજારમાં ત્રાટક્યા હતા અને હર્ષ જવેલર્સ નામની દુકાનના શટરના તાળા તોડતા હતા તે દરમ્યાન તાળા તોડવાનો અવાજ આવતા આસપાસ રહેતા સ્થાનિક લોકો તાડા તોડવાના ખખડાટના આવવાથી જાગીને બહાર આવ્યા હતા અને બહાર આવીને જોતા ત્રણ જેટલા તસ્કરો તાળું તોડવાની કોશિશ કરતા હતા જે દ્રશ્ય જોઈને સ્થાનિક લોકોએ બૂમાબૂમ કરતા આ તસ્કરો ઊભી પૂછડીએ ભાગી ગયા હતા જોકે તે દરમ્યાન હર્ષ જવેલર્સ દુકાનનું એક શટરનું તાળું તોડવામાં તસ્કરોને સફળતા મળી હતી પરંતુ બીજું તાળું તોડે તે પહેલાં જ સ્થાનિકોએ જાગી જઈ બૂમાબૂમ તેઓને ભાગવાનો વારો આવતા તસ્કરોનો સોના ચાંદીના દાગીનાની ચોરી કરી જવાનો ઇરાદો નિષ્ફળ થયો હતો જો કે ચોકસી બજારમાં ગત મધ્યરાત્રીએ ચોરી કરવાની ઈરાદે હર્ષ જ્વેલર્સની દુકાનનું તાળું તોડવાનાનિષ્ફળ પ્રયાસની વાત સમગ્ર ચોક્સી બજાર સહિતના બજારોમાં થતા વેપારીઓના ભારે ભય સાથે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
જેમાં આ અગાઉ પણ ચોકસી બજારમાં ચોરી અને ચીલઝડપ જેવી ઘટનાઓ બનવા પામી છે જેને લઈને ગત વર્ષે તારીખ ૧૯-૦૪-૨૦૨૩ ના રોજ હર્ષિત સોની નામના જવેલર્સ દ્વારા યુનિયન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગર ખાતે એક ઓનલાઈન અરજી કરી આ સમગ્ર વિસ્તારમાં ૯૦ ઉપરાંત જ્વેલર્સની દુકાનો તેમજ અન્ય દુકાનો આવેલી હોવાને લઈને તંત્ર દ્વારા તાત્કાલિક બજારના મુખ્ય રોડ રસ્તા પર સીસીટીવી કેમેરા લગાવવાની માંગણી કરી હતી પરંતુ આજ દિન સુધી તે અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ગઈકાલે રાતે બનેલી આ ઘટના બાદ હર્ષિત સોની દ્વારા પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને ઓનલાઇન અરજી કરવામાં આવી છે અને ગત રાત્રે બનેલ સમગ્ર ઘટનાથી વાકેફ કરી ભૂતકાળમાં બનેલી ચોરી તેમજ ચીલઝડપ ઘટનાઓનો ઉલ્લેખ કરી તાત્કાલિક આ વિસ્તારમાં સીસીટીવી કેમેરાની સુવિધા કરાવી આપવા તેમજ અગાઉ જે હોમગાર્ડનો બંદોબસ્ત પોલીસ દ્વારા આ વિસ્તારમાં મૂકવામાં આવ્યો હતો જે પરત ખેંચી લેવામાં આવ્યો છે તેને ફરીથી કાર્યરત કરી હોમગાર્ડનો બંદોબસ્ત મુકવા માટેની માંગણી કરાઈ હોવાની માહિતી મળવા પામી છે.