રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ કાલોલ નગર મહાવિદ્યાલયીન વિભાગ દ્વારા કાલોલ પરવડી બજાર વિસ્તારમાં વિર છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ પરવડી ચોક મા ભગવો ધ્વજ લહેરાવવામાં આવ્યો અને શિવાજી મહારાજ નું પૂજન કરી બૌદ્ધિક આપવામાં આવ્યું.મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ વર્ષ 1630માં મહારાષ્ટ્રના શિવનેરી ખાતે થયો હતો. તેમના પિતાનું નામ શાહજી ભોંસલે અને માતાનું નામ જીજાબાઇ હતું.તેમણે મુઘલો સામે અનેક યુદ્ધો લડ્યા અને હિન્દુ રાષ્ટ્રની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ પ્રસંગે હિંદુ એક્તા, સ્વ ધર્મ અને સ્વ રાષ્ટ્ર માટે જાગૃત થવા ની અપીલ કરાઈ હતી.