ડીસા તાલુકાના સદરપુર ગામમા મુના જતાં રોડ પર બટાકા ભરેલું ટ્રેક્ટર પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે જાનહાનિ ટળી હતી, પરંતુ ખેડૂતને મોટું નુકશાન થયું હતું.

ડીસા તાલુકાના સદરપુરથી મુના તરફ જતાં માર્ગ પર મોટા મોટા ખાડાઓ પડ્યા છે. જેના કારણે અવાર-નવાર નાના-મોટા અકસ્માતો થઈ રહ્યા છે અને લોકોને ભારે મૂશ્કેલી વેઠવી પડે છે. આજે વધુ એક ટ્રેક્ટરનો અસ્માત થયો હતો. જેમાં એક ખેડૂત ટ્રેક્ટરની ટ્રોલીમાં બટાકાની બોરીઓ ભરીને પસાર થઈ રહ્યો હતો. તે સમયે અચાનક ખરાબ રસ્તાના કારણે ટ્રેક્ટર પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હતો.

બટાકા ભરેલી ટ્રોલી પલ્ટી ખાઇ જતાં બટાકાની બોરીઓ રોડ પર વેરાઈ હતી હતી. સદ્દનસીબે જાનહાની ટળી હતી, પરંતુ ખેડૂતે મોટું નુકશાન થયું હતું. આ રસ્તો ખરાબ હોવાના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે. ત્યારે ગ્રામજનોની માંગ છે કે, સત્વરે આ માર્ગ રીપેરીંગ કરવામાં આવે તો વાહનચાલકોની દૂર થઇ શકે છે.