સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવિરા ગામના લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા, જ્યારે વરરાજા ફોરવ્હીલમાં નહીં પણ હેલિકોપ્ટરમાં બેસીને પરણવા આવ્યો. મૂળ ખેરડીના અને હાલ ચોટીલામાં રહેતા જોરુભાઈ ધાધલના પુત્ર વિક્રમભાઈ ધાધલના લગ્ન ચોરવિરા ગામના કિશોરભાઈ ખાચરની પુત્રી ભાગ્યેશ્રીબેન સાથે 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડેના દિવસે નક્કી થયા હતા. મૂળ ખેરડીના અને હાલ ચોટીલામાં રહેતા જોરુભાઈ ધાધલના પુત્ર વિક્રમભાઈ ધાધલના લગ્ન ચોરવિરા ગામના કિશોરભાઈ ખાચરની પુત્રી ભાગ્યેશ્રીબેન સાથે 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડેના દિવસે નક્કી થયા હતા.કન્યાના પરિવારજનો જાનની રાહ જોઈ રહ્યા હતા, અને એ દરમિયાન આકાશમાં હેલિકોપ્ટરનો ગડગડાટ સંભળાયો હતો. જેમાંથી વરરાજા બહાર આવતા સહુ લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. આ તરફ કન્યાના પરિવારજનોએ પણ વરરાજા અને જાનૈયાઓની આગતા સ્વાગતામાં કોઈ કચાશ બાકી રાખી નહોતી. જેમાં જાનૈયાઓને પાટલા પર પિત્તળની થાળી આપીને તેમાં વિવિધ જાતની વાનગી પીરસવામાં આવી હતી.ચોટીલાના ચામુંડા નગરમાં વરરાજાનું ફુલેકું નીકળ્યુ હતું. જેમાં પણ વરરાજાને રંગબેરંગી લાઈટવાળી બગીમાં બેસાડીને વાજતે ગાજતે ફુલેકું કાઢવામાં આવ્યું હતું. આ દરમિયાન ઘોડાઓ ખેલવતાં ઘોડેસવારો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.