યશસ્વી જયસ્વાલની ટેસ્ટ કરિયરની આ ત્રીજી સદી છે. યશસ્વી જયસ્વાલે માત્ર 122 બોલમાં સદી ફટકારી હતી. યશસ્વીએ પોતાની ઈનિંગમાં 9 ફોર અને 5 સિક્સર ફટકારી છે. શસ્વી જયસ્વાલ રિટાયર્ડ હર્ટ થઈને મેદાનની બહાર પરત ફર્યો છે.
ભારતીય ટીમના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે ફરી એકવાર ધૂમ મચાવી છે. વિશાખાપટ્ટનમમાં બેવડી સદી ફટકારનાર યશસ્વીએ રાજકોટમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં માત્ર 122 બોલમાં સદી ફટકારી છે. આ દરમિયાન તેને 9 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મા ઈનિંગની શરૂઆત કરવા આવ્યા ત્યારે ભારતે પ્રથમ દાવના આધારે 126 રનની લીડ મેળવી હતી. ભારતના 445 રનના જવાબમાં ઈંગ્લેન્ડ 319 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
યશસ્વીની શરૂઆત બહુ સારી રહી ન હતી. તે સંઘર્ષ કરી રહ્યો હતો, પરંતુ જેમ જેમ રમત આગળ વધતી ગઈ તેમ તેમ તેને તેની લય મળી. 9મી ઓવરમાં ટોમ હાર્ટલીના બોલ પર તેની સામે એલબીડબલ્યુની અપીલ કરવામાં આવી હતી અને ઈંગ્લેન્ડે ડીઆરએસ લીધું હતું, પરંતુ તે બચી ગયો હતો. આ પછી તેને 80 બોલમાં તેની અડધી સદી પૂરી કરી.
યશસ્વી જયસ્વાલને પીઠમાં દુખાવો થતો હતો, જેના કારણે તેને મેદાન છોડી દીધું હતું. યશસ્વી જયસ્વાલ રિટાયર્ડ હર્ટ થઈને મેદાનની બહાર પરત ફર્યો છે
રિટાયર્ડ હર્ટ એટલે શું ? - રિટાયર્ડ હર્ટમાં ઈજાને કારણે ખેલાડી રમતમાં રહી શકતો નથી. ઈજામાંથી રાહત મળ્યા બાદ તે ફરી રમત માટે આવી શકે છે. યશસ્વી જયસ્વાલને ઈજામાંથી રાહત મળ્યા બાદ તે ફરી રમત માટે આવી શકે છે.
રિટાયર્ડ આઉટ એટલે શું ? - આઈસીસીના નિયમ મુજબ કોઈ ખેલાડી અમ્પાયરની મંજૂરી વગર ડગઆઉટમાં પાછો જતો રહે તો તેને રિટાયર્ડ આઉટ કહેવામાં આવે છે. બેટસમેનને કોઈ આઉટ કરતું નથી, પણ તે પોતે મેદાન છોડે છે. રિટાયર્ડ આઉટમાં ખેલાડી ફરી રમતમાં આવી શકતો નથી.