છોટાઉદેપુર જિલ્લાના માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિકના ૩૦૦ જેટલા શિક્ષકોએ કાળા કપડા પહેરી વિરોધ નોંધાવી જુની પેન્શન યોજનાની કરી માંગ

             છોટાઉદેપુર જિલ્લાના માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકના ૩૦૦ જેટલા શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજનાની માગણી મુદ્દે કાળી પટ્ટી તથા કાળા કપડાં પહેરીને વિરોધ નોંધાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

             હાલ સમગ્ર રાજ્યના શિક્ષકો પોતાની પડતર માગણી મુદ્દે સરકાર સામે બાયો ચડાવી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લા શિક્ષક સંઘ દ્વારા કાળી પટ્ટી તેમજ કાળા કપડા પહેરી જૂની પેન્શન યોજના અંગેની માંગ સાથે વિરોધ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના પુન: શરૂ કરવાની માંગ કરી હતી. તેમજ ફિક્સ પગાર યોજના જ્ઞાન સહાયક, ફિક્સ પગાર કરાર આધારિત ફિક્સ પે મૂળ અસરથી દૂર કરીને પુરા પગારમાં ભરતી કરવાની માંગ કરી છે તથા સરકાર સાથે સમાધાન થયેલ સમાધાન પૈકી બાકી રહેલા પ્રશ્નો નારીખ ૧૦/ ૫ / ૨૦૦૫ પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવો અને સીપીએફ માં કર્મચારીઓના ૧૦% ફાળા સામે સરકારે ૧૪ ટકા ઉમેરવા, કેન્દ્રના ધોરણે સાતમા પગાર પંચના બાકી ભથ્થાં ટીએડીએ સહિતના એલાઉન્સ આપવા અને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થાં નો દર ૨૫% થાય ત્યારે ઘર ભાડા ભથ્થું ૯ ટકા ૧૮ %ને ૨૭ % તેમજ મોંઘવારી ભથ્થાંનો દર ૫૦% થાય ત્યારે ઘર ભાડું ૧૦% ૨૦% અને ૩૦%ના દરે આપવું જેવા પ્રશ્નોનું નિરાકરણ ન થતા આજરોજ છોટાઉદેપુર જિલ્લાના માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિકના તમામ શિક્ષકો એ કાળી પટ્ટી બાંધીને તેમજ ૧૬ ફેબ્રુઆરીના રોજ કાળા કપડા પહેરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

          આમ, છોટાઉદેપુર જિલ્લા શિક્ષક સંઘ દ્વારા આપેલા એલાનના પગલે જિલ્લામાં ૩૦૦ જેટલા માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોએ કાળા કપડા પહેરી જૂની પેન્શન યોજનાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો.