આબુરોડમાં અંબાજી જવાના માર્ગે ચેકપોસ્ટ પાસે નશામાં ધૂત પાટણના બેંક અધિકારી યોગેશ શર્માએ નાસ્તાની લારીઓને ટક્કર મારી હતી.અહીં નાસ્તો કરી રહેલા લોકો અને બસ સ્ટોપ પર ઉભેલા 12 મુસાફરોને અડફેટે લેતાં રોડ પર ફેંકાયા હતા. જેમાંથી 6 ની હાલત ગંભીર છે. પોલીસે કાર ચાલકને કસ્ટડીમાં લીધો છે.
કાર ચાલક પાટણ બેંકના અધિકારી યોગેશ શર્મા (મૂળ રહે. ઝુનઝુનુ) એ દારૂના નશામાં કાર પર કાબુ ગુમાવી આરટીઓ ટેક્સ કલેક્શન સેન્ટર પાસે અથડાવી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે લારીઓ 25 ફૂટના ફેંકાઈ હતી. જેને લઇ સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. ટોળાએ કાર ચાલકને બહાર કાઢીને માર માર્યો હતો.સબ ઈન્સ્પેક્ટરએ જણાવ્યું કે, કેટલાક ઘાયલોને સિરોહી અને ટ્રોમા સેન્ટરમાં રીફર કરવામાં આવ્યા છે.
મોટાભાગના લોકો નાસ્તો કરી રહ્યા હતા, અહીં બસ સ્ટોપ અને શાકભાજીના સ્ટોલ પણ હતા સ્થળ પર રસ્તાની બંને બાજુ શાકભાજી અને ચા-નાસ્તાના સ્ટોલ હતા, જ્યાં ભારે ભીડ હતી. અહીં બસ સ્ટોપ હોવાથી મજૂરો સહિત અન્ય લોકો ઉભા હતા.