ડીસા નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ દરમિયાન વર્ષોથી વેરો ન ભરતા રીઢા બાકીદારો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે. જેમાં ડીસાના ગાયત્રી મંદિર સામે આવેલા પુષ્પમ ફ્લેટમાં રહેતા પરિવારો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી વેરો ન ભરાતા પાલિકા દ્વારા ફ્લેટનું મુખ્ય નળ કનેક્શન કાપી નાખવામાં આવતા રહીશોમાં દોડધામ મચી હતી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં વેરાના બાકીદારો સામે કડક પગલાં લેવાઈ રહ્યા છે. ઘણા વર્ષોથી વેરોના ભરતા રીઢા બાકીદારોની મિલકતો સીલ કરવાનું તેમજ પાણી અને ગટર જોડાણો કાપી નાખવાની નગરપાલિકા દ્વારા ઝુંબેશા ધરાઇ છે. જે દરમિયાન આજે પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ સહિત અધિકારીઓની ટીમે ગાયત્રી મંદિર સામે આવેલા પુષ્પમ ફ્લેટનું મુખ્ય નળ કનેક્શન કાપી નાખ્યું હતું.

નગરપાલિકા દ્વારા પુષ્પમ ફલેટમાં રહેતા 34 જેટલા પરિવારોને વેરો ભરવા અવાર-નવાર નોટીસો આપવામાં આવી હતી. જોકે, છેલ્લા પાંચ વર્ષથી રૂપિયા 85 હજાર ઉપરાંતનો વેરો ન ભરાતા આખરે પાલિકાની ટીમ આજે પુષ્પમ ફ્લેટ પર પહોંચી હતી અને ફેલ્ટમાં આવતુ પાણીનું મુખ્ય નળ કનેક્શન કાપી દેવામાં આવતા રહીશો દ્વારા વેરો ભરવા દોડધામ મચી હતી.