શાળાઓમાં તેમજ કોલેજમાં ક્યાંક ને ક્યાંક અંદર કે બહારની સાઈડે વિદ્યાર્થીઓ સાથે કનડગત તેમજ છેડતી જેવા બનાવો બને છે તેમજ કેટલાક ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા ઈસમો દ્વારા ગુનાહિત કૃત્ય પણ કરવામાં આવે છે જેમાં આવા બનાવોમાં ડર અને બીક તેમજ ઈજ્જતને લઈને તો ક્યારેક સંકોચ અને શરમને લીધે વિદ્યાર્થીનીઓ કે વિદ્યાર્થીઓ કે પછી શાળાની શિક્ષિકાઓ ફરિયાદ કરવાનું ટાળતી હોય છે અને કોઈને પણ કંઈક કહ્યા વિના પોતાના મનમાં જ આવી વાતો રાખતી હોય છે તેવા સંજોગોમાં આવા બનાવોને બનતા સદંતર રોકવા અને આવી પ્રવૃત્તિઓ પર સદંતર કાબુ મેળવવા માટે પોલીસતંત્ર દ્વારા એક આવકારદાયક સુંદર અભિગમ અપનાવવામાં આવ્યો છે જેમાં પોલીસની મહિલા શી-ટીમને નેતૃત્વ સોંપી આવા બનાવોને રોકવા તેમજ નાબૂદ કરવા માટે વિવિધ શાળાઓમાં ફરિયાદ પેટીઓ મૂકવામાં આવી રહી છે જે અંતર્ગત આજે ગુરૂવારે હાલોલ ટાઉન પોલીસ મથક ની શી-ટીમ દ્વારા નગરની વિવિધ શાળાઓમાં તેમજ કોલેજોમાં ફરિયાદ પેટી મૂકવામાં આવી હતી જે પેટીમાં વિદ્યાર્થીનીઓ,વિદ્યાર્થીઓ કે પછી શિક્ષિકાઓ પોતાની સમસ્યાઓ પોતાની ફરિયાદ કે રજૂઆત ડર વિના ની-સંકોચ લખીને નાખી શકશે અને જેનું સંપૂર્ણ મોનિટરિંગ શી-ટીમ કરી અવાર નવાર ફરિયાદ પેટીની ચકાસણી શી-ટીમ કરશે અને કોઈ ફરિયાદ હશે તો તેની સામે અસરકારક કામગીરી કરશે અને સતત પેટ્રોલિંગ કરી ફરિયાદ પેટીમાં આવતી ફરિયાદ પર કામ કરશે તેવી માહિતી મળવા પામી છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं