પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ખંડેવાળ ખાતે પ્રાથમિક શાળામાં જિલ્લા કલેકટર આશિષ કુમારની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઈ હતી.આ સભામાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા તથા વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા રાજ્ય સરકારની ચાલતી વિવિધ યોજનાકીય બાબતોની માહિતી રજૂ કરાઈ હતી. આ સાથે સ્થળ પર જ વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ગ્રામલોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા જેનો જિલ્લા કલેકટરે ત્વરિત નિકાલ લાવવા સબંધીત ખાતાના વડાને અનુરોધ કર્યો હતો.આ સાથે સરકારની કલ્યાણકારી યોજનાઓનો અંગે ગ્રામજનોને માહિતગાર કરાયા હતા.જેમાં ખેતીવાડી,આરોગ્ય, બહેનોને મળતા લાભ,પોલીસ પ્રસાશન દ્વારા સાઇબર ક્રાઇમ વગેરે બાબતે માર્ગદર્શન અપાયું હતું. આ સાથે રસ્તા,વીજ પુરવઠો,પાણી પુરવઠાના પ્રશ્નો,સ્મશાન,સિંચાઈ અંગે જિલ્લા કલેકટરએ સબંધિત અધિકારીઓને સત્વરે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.ગ્રામસભાએ સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે.લોકોના દ્વારે પ્રજાના પ્રશ્નો સાંભળવા અને મુશ્કેલીઓ દૂર કરવા રાત્રી અને દિવસીય ગ્રામસભાઓ યોજવામાં આવે છે. આ રાત્રી સભામાં ગોધરા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત સહિત સબંધીત જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ તથા ગામલોકો હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिल्हा रूग्णालयाच्या ओपीडीचे मेनगेटही तहसील प्रमाणे उघडा;रुग्णांची गैरसोय टाळा - एस.एम.युसूफ
बीड (प्रतिनिधी) - अल्पावधीतच एक कर्तव्यदक्ष अधिकारी म्हणून ओळख मिळविलेले बीड तहसीलदार सुहास हजारे...
বুৰঞ্জী প্ৰসিদ্ধ চৰাইদেউ জিলা সীমা নিৰ্দ্ধাৰণ দাবী সমিতিৰ সংবাদমেল
বুৰঞ্জী প্ৰসিদ্ধ চৰাইদেউ জিলা সীমা নিৰ্দ্ধাৰণ দাবী সমিতিৰ সংবাদমেল
દાહોદના હુસેની મસ્જિદ આગળ હિટ એન્ડ રનની ઘટના 2022 | Spark Today News
દાહોદના હુસેની મસ્જિદ આગળ હિટ એન્ડ રનની ઘટના 2022 | Spark Today News