કાલોલ નગરમાં દશાલાડ જ્ઞાતિ સમસ્ત દ્વારા બુધવારે વસંતપંચમી નો ઉત્સવ પુ. પા. ગૌ ૧૦૮ શ્રી રવિકુમારજી મહારાજ નાં પાવન સાનિધ્યમાં ઉજવાયો જ્ઞાતિ ના ૭૦ વર્ષ થી વધુ ઉંમરના ભાઈ બહેનો અને દાતાઓ નું શાલ ઓઢાડીને પ્રસસ્તી પત્ર આપી મહારાજશ્રી નાં હસ્તે સનમાન કરાયુ વસંતપંચમી નાં મુખ્ય ૨૫ જેટલા મનોરથી ઓ એ પોતાનુ ન્યોછાવર અર્પણ કરેલ. પોતાની મધુર વાણીમાં મહારાજશ્રી દ્રારા વસંત પંચમી નું મહત્વ સમજાવ્યું. સાજે બેન્ડ બાજા સાથે કળશ શોભાયાત્રા નીકળી હતી જયા ગોવર્ધન નાથજી મંદીરે કળશ વધાવી વસંત પંચમી ના દર્શન નો લાભ વૈષ્ણવોએ લીધો હતો ત્યારબાદ સમૂહમાં લાડ જ્ઞાતી ની વાડી મા મહાપ્રસાદી નું આયોજન કરાયું હતું. વસંત પંચમીનું વ્રત એ માત્ર વ્રત જ નહિ પરંતુ વ્રત-પર્વ પણ છે. મહા સુદ પાંચમ એ તો પતિ-પત્નીનું મહાપર્વ કહેવાય. આ દિવસે કામદેવ અને રતિનું સુગંધિત પુષ્પો અને આંબાના મોરથી પૂજન કરવું. અન્યોન્ય પ્રેમની વૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરવી. રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરવાં, શણગાર સજવાં અને રંગબેરંગી ચિત્રો તથા ધજા-પતાકાથી ઘરને શણગારવું. વસંત પંચમી એ વસંતોત્સવનો પ્રથમ દિવસ ગણાય છે. વસંતઋતુ એટલે સૃષ્ટિની નવ ચેતના, યૌવનકલગી કહેવાય. વસંતના પગલાં પગલાં મંડાય એટલે દેવ-મંદિરોમાં અને સમગ્ર પૃથ્વી પર નવું ચેતન આવે છે. મંદિરોમાં ભાવિક ભક્તો અને વ્રતધારીઓ વસંતના વધામણાં કરી રમણે ચડે છે. વસંતદેવને સત્કારવા, વસંત પંચમીનું વ્રત કરવા સમગ્ર સૃષ્ટિમાં ખૂબ ઉત્સાહ અને ઉત્સવ પ્રવર્તે છે.