ગુજરાત રાજ્યના હરિયાળા પાટનગર ગાંધીનગર ખાતે માળી સમાજના સરકારી કર્મચારીઓ દ્વારા તા. 10-02-2024 અને 11-02-2024 ના રોજ ડે-નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ પ્રીમિયર લીગ 2024 યોજાઈ.છેલ્લા 28 વર્ષથી લેખન પેમ્ફલેટ્સ પત્રિકા તસવીર વગેરે દ્વારા સ્વ ખર્ચે સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરનાર જિતેન્દ્રકુમાર મગનાજી ટાંક "કવિ જિમ"એ દીપ પ્રાગટય કરીને અને રીબીન કાપીને કાર્યક્રમનો શુભ આરંભ કરાવ્યો હતો.
વંદે માતરમ-ધાનેરા,કે કે કાંગારુ-રાણપુર,મહાકાલ વૉરિયર્સ-સરદારપુરા,શિવશક્તિ ઈલેવન-વડીયા,બજરંગ ઈલેવન-વખા,દ્વારકાધીશ ઈલેવન-વડીયા,કિંગ્સ ઈલેવન-માલગઢ,શીતળા ઈલેવન-લુણાવા,સાઉથ સુપર કિંગ્સ-દક્ષિણ ઝોન અને ધરણીધર ઈલેવન-ભાભર વેગેરે દશ ટીમોએ ભાગ લઈને પોતાનું ભાગ્ય અજમાવ્યું હતું.
ઈશ્વરભાઈ માળી (આકોલી) અમરતભાઈ માળી (થરાદ) ટીશર્ટના દાતા આઈ સી ગેલોત,નવીનભાઈ માળી (ડીસા) ટ્રોફીના દાતા જે એન ડી અમદાવાદ તેમજ નામાંકિત શિક્ષણપ્રેમીઓ અને દિલેર દાતાઓના સાથ સહકાર અને પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળતાપૂર્વક પરિપૂર્ણ થયો હતો.છેલ્લો મુકાબલો કે કે કાંગારુ રાણપુર અને કિંગ્સ ઈલેવન માલગઢ વચ્ચે થયો હતો ! કિંગ્સ ઈલેવન માલગઢની ટીમ "ચેમ્પિયન" બની હતી અને કે કે કાંગારુ ટીમ રનર્સ અપ રહી હતી એવું એન ડી માળી (પ્રમુખ શ્રી આરોગ્ય અને તબીબી સેવાઓ અને ઉપપ્રમુખ શ્રી ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ)એ જણાવ્યું હતું.ઉપરાંત ક્રિકેટના ગ્રાઉન્ડ પર સરકારી કર્મચારીઓનું સ્નેહમિલન પણ યોજાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, કૉમેન્ટેટર તરીકે મોરથલના વિષ્ણુભાઈ માળી (એન્કર),હિંદુભાઈ પરમાર અને મોન્ટુભાઈ પઢિયારે સહર્ષ સેવા આપી હતી અને દિલીપભાઈ માળી,અશ્વિનભાઈ માળી,એન્ ટી માળી,દલપતભાઈ માળી અને હિતેશભાઈ માળીએ ખૂબ જ જહેમત ઉઠાવીને સુપરથી પણ ઉપર અતિસુંદર આયોજન કર્યું હતું જેને ક્રિકેટ રસિકોએ દિલથી વખાણ્યું હતું.