પાવીજેતપુર તાલુકાની સિહોદ ચોકડી પાસેથી કિ.રૂ.૪૨,૧૬૦/- ના વિદેશી દારૂ સાથે ખેપિયા ને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ 

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

            પાવીજેતપુર તાલુકાના સિહોદ ચોકડી ઉપરથી વિદેશી દારૂની ખેપ મારનાર ખેપીયાને કિ.રૂ.૪૨,૧૬૦/- ના વિદેશી દારૂ તથા ૨ લાખની કર સાથે આરોપીની અટક કરવામાં આવી છ.

           પ્રાપ્ત માહિતી મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો પાવીજેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત વાળી કાર દેખાતા તેને સિહોદ ચોકડી ઉપર અટકાવી તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની બોટલો નંગ-૧૬૪ જેની કિંમત રૂ.૪૨,૧૬૦/- તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ ઇક્કો ફોર વ્હિલર ગાડી કિંમત રૂપિયા ૨,૦૦,૦૦૦/-, ૫૦૦૦ ની કિંમતનો મોબાઈલ, રોકડ રૂપિયા ૮૦૦ મળી કુલ કિ.રૂ.૨,૪૭,૯૬૦/- ના મુદ્દા માલ સાથે ખેપિયા ઓરસલભાઇ પારસીંગભાઇ રાઠવા રહે.કાનાવાંટ, તા.જી.છોટાઉદેપુર ની છોટાઉદેપુર એલસીબીએ ધરપકડ કરી પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અન્ય બે આરોપીઓ. ક્રિષ્નાભાઇ રહે. ખોડીયાર નગર,વડોદરા તેમજ સરકારી દારૂની દુકાનનો માલિક રહે-ચાંદપુર,મધ્યપ્રદેશ ની ધરપકડ કરવાની બાકી છે. 

          આમ, પાવીજેતપુર તાલુકાના સિહોદ ચોકડી ઉપરથી છોટાઉદેપુર એલસીબીએ રૂ.૪૨,૧૬૦/- ના વિદેશી દારૂ તથા કાર સહિત ખેપીયાની ધરપકડ કરવામાં આવી છે.