ભારતીય જનતા પાર્ટી આયોજીત અયોધ્યા દર્શન માટે બનાસકાંઠાથી અંદાજે 1400 જેટલાં રામ ભક્તોને દર્શન કરવા માટે પાલનપુરથી સ્પેશિયલ આસ્થા ટ્રેન દ્વારા માનનીય મંત્રી બળવતસિંહ રાજપૂત, પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા, ડીસા ધારાસભ્ય, ભાજપના હોદ્દેદારો અને આગેવાનો દ્વારા રામ ભક્તોનો અભિવાદન કરી અને સન્માન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી અને રામ મંદિર માટે 500 વર્ષેના સંઘર્ષ અને લાખો રામ ભક્તોના બલિદાન બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે તા. 22 જાન્યુઆરી 2024 ના રામલલ્લાના ભવ્ય મંદિરમાં રામલલ્લાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી દર્શન માટે રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.

રામ ભક્તોને બળવંતસિંહ રાજપૂત મંત્રીના હસ્તે પ્રસ્થાન કરાવ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને આગેવાનોએ રામ ભક્તોને સન્માન સાથે યાત્રા સુખરૂપ સંપન્ન થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના ડીસા તાલુકાના ઉપપ્રમુખ અમૃતલાલ પી. પઢિયાર, માલગઢ ગામના યુવાનો સુરેશભાઇ ટાંક, રમેશભાઇ પરમાર, હીતેશભાઇ પી. પઢિયાર, જેરૂપજી સાંખલા, બચુભાઇ સુંદેશા, મોહનભાઇ પી. પઢિયાર, જેરૂપજી ગેલોત અને પરેશભાઇ કચ્છવા સહીત તમામ રામ ભક્તોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી હતી.