બનાસકાંઠા જીલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી ફરી એક વખત હથિયાર ઝડપાયું છે. જેમાં બે ઈસમો દેશી હાથની બનાવટી પિસ્તોલ સાથે રાજસ્થાન તરફથી એક બસમાં બેસી ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા હતા.

પોલીસે બોર્ડર ચેક પોસ્ટ ઉપર રૂટિન ચેકિંગ દરમિયાન બસમાં તપાસ કરવા જતા બંને પેસેન્જર શંકાસ્પદ લાગતા પોલીસે તેમની અંગ જડતી કરતા એક પિસ્તોલ અને નવ જીવતા કારતુસ બંને ઈસમો જોડેથી ઝડપાઈ આવ્યા હતા. જોકે, એક ઇસમ પોલીસના હાથમાંથી નાસી છૂટ્યો હતો બનાવને લઈ પોલીસે કુલ 11 હજારથી વધુનો મુદ્દામાલ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે.

અમીરગઢ બોર્ડર ચેક પોસ્ટ પરથી એક દેશી બનાવટી પિસ્તોલ પોલીસે ઝડપી પાડી છે. જેમાં અમીરગઢ પોલીસ બોર્ડર ચેકપોસ્ટ ઉપર રૂટિંગ વાહન ચેકીંગ કરી રહ્યા હતા. તે સમય દરમિયાન એક રાજસ્થાન તરફથી લક્ઝરી બસ આવતા પોલીસે તેને રોકાવી તેમાં બેઠલ પેસેન્જરની તપાસ કરતા હતા. જેમાં બે ઈસમો શંકાસ્પદ લાગતા પોલીસે તેની અંગ જડતી કરતા બંને ઈસમો જોડેથી દેશી હાથ બનાવટી એક પિસ્તોલ સાથે જીવતા 9 કારતુસ મળી આવ્યા હતા.

જોકે, પોલીસ બંને પેસેન્જર (1) રામસજીવન ઉર્ફે રાજુ રામસબત રહે.આર.કે.નગર ગડખોલ પાટીયા અંકલેશ્વર ભરૂચ ( 2 ) શિવશંકર ઉર્ફે લંબુ લક્ષ્મણ ચોરાસીયા રહે.અંકલેશ્વર, અંદાડા વિસ્તાર ભરૂચ વાળા એકબીજાના મેળાપીપણામાં ગેરકાયદેસર વગર પાસ પરમીટની દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે પોલીસે બંનેને ઝડપવા જતા એક આરોપી મોકાનો ફાયદો ઉઠાવી પોલીસને ચકમો આપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. જોકે, પોલીસે કુલ 11 હજાર 800 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ આરોપીઓ વિરૂધ્ધ આર્મ્સ એકટ મુજબની ગુનો નોંધી એકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.