ડીસા-પાલનપુર નેશનલ હાઈવે પર ટ્રેલરનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં કેબીનનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
ડીસા-પાલનપુર નેશનલ હાઈવે પર આજે ટ્રેલરનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હતો. એક ટ્રેલર ડીસાથી પાલનપુર તરફ જઈ રહ્યું હતું અને રસાણા પાસેથી પસાર થઈ રહ્યું હતું. તે સમયે અચાનક ટ્રેલરનું ટાયર ફાટતા ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રેલર કેનાલ પર આવેલ સેફ્ટી વોલ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેલર કેબીનનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
આ ઘટનાને પગલે આજુબાજુના લોકો તરત જ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી અને અકસ્માતગ્રસ્ત ટ્રેલરના કેબિનમાંથી ચાલકને બહાર કાઢ્યો હતો. અકસ્માતને પગલે રોડ પર ટ્રાફીકજામ થયો હતો. જ્યારે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત ટ્રેલરને સાઇડમાં ખસેડી ટ્રાફીક ખુલ્લો કરાવ્યો હતો.