કાલોલ ની ગોમા નદીમાંથી ખુલ્લેઆમ ઠેક ઠેકાણે ખનન માફીયા દ્વારા રેતી અને માટીનું ખનન અને વહન કરવામાં આવી રહ્યું છે જે ખનીજ ચોરીની મળેલ ફરિયાદ સબબ કાલોલ તાલુકાના જેતપુર ગોમા નદીના પટમાંથી ગેરકાયદે રેતી ખનન કરતા બે ટ્રેક્ટર ઝડપી ભૂમાફિયાઓ વિરુદ્ધ રવિવાર રજાનો દિવસે કાલોલ તાલુકા પ્રશાસન દ્વારા નક્કર કાર્યવાહી કરી ગેરકાનૂની પ્રવૃત્તિ સામે કાલોલ મામલતદાર વાય જે પુવાર,સર્કલ મામલતદાર રાકેશભાઇ સુતરીયા અને કાલોલ પોલીસ ટીમ ખાનગી વાહન મા ઓચિંતી રેડ કરતા ખનન માફીયાઓ મા દોડધામ મચી જવા પામી હતી કેટલાક ટ્રેક્ટર ચાલક ભાગી જવામા સફળ રહ્યા હતા મામલતદાર અને પોલીસ ટીમ દ્વારા દ્વારા રેતી ખનન કરતા એક ટ્રેક્ટર અને રેતી ભરીને લઈ જતો એક ટ્રેક્ટર એમ બે ટ્રેક્ટર ચાલકો સહિત ઝડપીને સરકારી તિજોરીને ફટકો મારતા ખનીજ માફિયાઓ સામે નક્કર કામગીરી કરી બે ટ્રેક્ટર કબજે કરી ગેરકાનૂની પ્રવૃત્તિ સામે લાલ આંખ કરતા ગેરકાયદે રીતે ખનન અને વહન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ સર્કલ મામલતદાર સાથે કાલોલ પોલીસ ડી સ્ટાફ ટીમ દ્વારા કાલોલ તાલુકાના જેતપુર ગોમા નદીના પટમાં અચાનક છાપો મારતાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા ટ્રેક્ટર જીજે-૧૭-બીએ-૮૪૦૨ નંબર ના ચાલક નાથુભાઈ પુનાભાઈ ભરવાડ અને બીજો નંબર વગરના ટ્રેક્ટર ચાલક વિજયભાઇ કાળુભાઇ ભરવાડ ને પકડી તેમની પાસે રોયલ્ટી બાબતે પુછપરછ કરતા તેની પાસે રેતી ખનન વહન કરવા બાબતનો કોઈ પાસ પરમીટ ન હોઇ કાલોલ મામલતદાર દ્વારા બે ટ્રેક્ટરોને કાલોલ મામલતદાર કચેરી ખાતે મુકાવી ખાણ ખનીજ વિભાગ ને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે કાલોલ મામલતદાર જેતપુર ગોમા નદીના પટમાંથી રેતી ખનન કરતા ટ્રેક્ટર ચાલક નાથુભાઈ પુનાભાઈ ભરવાડ અને વિજયભાઇ કાળુભાઇ ભરવાડ ને પકડી પુછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે પાવડા વાળા ટ્રેક્ટર થી ખનન કરી ટ્રોલી વાળા ટ્રેક્ટર માં સાદી રેતી ભરી કુલ અગાઉ ચાર મે.ટન પ્રમાણે ૧૦૦ (સો) ફેરા કરેલ આ જગ્યાએ જોતા મોટા મોટા ખાડા પાડી વૃક્ષો ને જડ મુળ થી ઉખાડી નાખી મહાકાય ખાડા પાડી આખો રસ્તો ખોદી કાઢીને ખનન કરેલ છે હવે જોવું રહ્યું કે ખાણ ખનીજ વિભાગ દ્વારા સરકારી તિજોરીને ફટકો મારતા ખનીજ માફિયાઓ સામે જીપીએસ સિસ્ટમ દ્વારા માપણી કરાવી દંડનીય કેવી કાર્યવાહી કરશે કે કેમ?
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરાના પ્રતાપ નગર થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગનું પેચ વર્ક નું કામ શરૂ કરવામાં આવ્યું
વડોદરાના પ્રતાપ નગર થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગનું પેચ વર્ક નું કામ શરૂ કરવામાં આવ્યું
Google और Meta को देने होंगे 1397 करोड़ रुपये, कनाडा ऑनलाइन न्यूज एक्ट के तहत उठाया गया कदम
कनाडा की सरकार एक नया कानून लाने की योजना बना रहा है। इसके तहत गूगल और मेटा जैसे सोशल मीडिया...
થરા ટોટાણા નાળા માં ટ્રક ફસાઈ સમી થરા થી મૈડોલ જતું હતું મામેરું કોઈ જાનહાની
બનાસકાંઠા
કાંકરેજ ના થરા ટોટાણા નાળા માં ટ્રક ફસાઈ..
સમી થી થરા મૈડકોલ મામેરું...
Cops take female wrestler to WFI chief's house, TMC seeks probe: ‘Unfathomable and shocking’
Some of India's top wrestlers have been demanding the arrest of their federation chief for...