બનાસકાંઠા જીલ્લાના ડીસાના ત્રણ યુવાનોએ પર્યાવરણ જાગૃતિ અર્થે ડીસાથી સરોવર નગરી ઉદયપુર (રાજસ્થાન) સુધી 223 કિલોમીટરની સાઇકલ યાત્રા આશરે 10 કલાકમાં પરિપૂર્ણ કરી હતી. હોય કદમ અસ્થિર તો રસ્તો જડતો નથી.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

અડગ મનના મુસાફરને હીમાલય પણ નડતો નથી.એ ઉક્તિને સાર્થક કરતાં ડીસાના અરવિંદભાઇ ગેલોત,મનોજભાઇ ખત્રી અને પ્રકાશભાઇ ઠાકોરે પ્રદૂષણ અટકાવવા, વધુ વૃક્ષ વાવો, સ્વચ્છ ભારત જેવા સ્લોગન સાથે શુક્રવારે રાત્રે ૧૨ વાગ્યે ડીસાથી સાઇકલ યાત્રા યોજી હતી.

 જે બીજા દિવસે શનિવારે સવારે સાડા અગિયાર વાગ્યે ઉદયપુર ફતેહ સાગર ખાતે પહોંચી રાષ્ટ્ર ધ્વજ ફરકાવી પરિપૂર્ણ કરી હતી. આવા અનેક પર્યાવરણલક્ષી અને યુવાનોમાં જોશ પૂરા પાડતાં પ્રેરણાદાયી કાર્ય કરતાં આ ત્રણ યુવાનોની કામગીરીને સૌ સાથી અને સમજુ લોકોએ વખાણી હતી.