સેકડો રહીશો અને વિદ્યાર્થીઓની હાલાકી દૂર થશે હાઇવે નંબર 48 થી જીવનની પાડા જતા માર્ગ પર રૂપિયા 4.84 લાખના ખર્ચે કોઝવેના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરાયું છે. નિર્માણથી ફળિયાના રહીશો અને પગપાળા કોલેજ જતાં સેંકડો વિદ્યાર્થીઓને લાભ થશે.ઉમરગામ તાલુકાના ભીલાડ પંચાયત વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર 48થી જીવનજીપાડા જતા માર્ગ પર ખનકીમાં બારેમાસ પાણી વહે છે.જે પાણીમાંથી ફળિયાના રહેશોને અવરજવર કરવાની ફરજ પડે છે.ભીલાડ સરકારી કોલેજના વિદ્યાર્થી પગપાળા કોલેજ જવા માટે આ માર્ગનો ઉપયોગ કરે છે. ચોમાસામાં કન્કીમાં વધુ પાણી વહેતા લોકોની અવરજવર થપ થતી હતી. જે ધ્યાનમાં લઇ પંચાયતે સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરી રૂપિયા 4.84 લાખના ખર્ચે કોઝવેના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરાયું હતું.આ પ્રસંગે પૂર્વ ઉપસરપંચ રાજેશ નાવી,પૂર્વ સભ્ય અને પૂર્વ સરપંચના પતિ કપિલ જાદવ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હત.