કાલોલ પોલીસ સ્ટેશન મા નોંધાયેલ એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૭૦૩૧૨૪૦૦૭૮/૨૦૨૪ ઈ.પી.કો. કલમ- ૪૦૬,૪૨૦, ૩૪ ગુના માં મદારીના વેશમાં આવેલ ત્રણ અજાણ્યા ઈસમોએ ગામમાં મદારીનો ખેલ બતાવવા આવેલ અને ફરીયાદીના ઘરે જઈ તેઓને તમારા ઘરના માણસો જે દાગીના પહેરીને ગામમા ફરે છે. તેની ઉપર કોઇ ખરાબ નજર પડેલ છે. જેથી તમારા નાના છોકરાને તકલીફ થશે તેવુ કહી અમો આવી વિધી કરી આપીએ છીએ તેમ કહી ફરીયાદને વિશ્વાસ આપી તેઓના ઘરમાં મુકેલ સોના ચાંદીના દાગીના ઉપર વિધી કરવી પડશે તેમ કહી છેતરપીંડી કરી વઈ ગયેલ હોય સદર ગુન્હાની તપાસમાં હતા તે દરમ્યાન કાળીલ પોલીસ સ્ટેશન પો.સબ ઈન્સ. સી.બી.બરંડા નાઓને હ્યુમન સોર્સીસ તથા ટેક્નીકલ એનાલીસીસ થકી ચોક્કસ બાતમી હકિકત મેળલ કે મદારીના વેશમાં આવેલ ત્રણ ઈસમો તથા બીજા બે મળી કુલ પાંચ આરોપીઓ આ ગુન્હામાં સંડોવાયેલ છે અને તેઓ સવારના સમયે હાંડીયા ચોકડી પાસે ભેગા થઈ નજીકના ગામોમાં મદારીનો ખેલ બતાવવા જાય છે તેવી બાતમી આધારે કાલોલ પોલીસ સ્ટેશન પો.સબ ઈન્સ. બી.બી.કાતરીયા તથા સર્વેવન્સ સ્ટાફના માણસો સાથે વોચ તપાસમાં હતા તે દરમ્યાન બાતમી મુજબના ઈસમો આવતાં તેઓને પકડી પાડી કાલોલ પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ અને પાંચેલ ઇસમોની અલગ-અલગ પુછપરછ કરતાં છેતરપીંડીથી લઈ ગયેલ સોના ચાંદીના પૈકી ચાંદીના દાગીના આરોપી-રાજુનાથ ચતુરનાથ મદારી રહે. જુના હાંડીયા ગામ હાંડીયા ચોકડી પાસે તા-બાલાસિનોર જી-મહિસાગર નાઓના ઘરમાં સંતાડી રાખેલ છે તેવી હકિકત જણાવતાં બે પંચોના માણસો સાથે રાખી CRPC કલમ-૧૬૫ મુજબનો ઠરાવ કરી આરોપી-રાજુનાથ ના ઘરે જઈ ઝડતી તપાસ કરતાં ચાંદીના દાગીનાનો નીચે મુજબનો મુદ્દામાલ મળી આવતા ગુન્હાના કામે કબજે લીધેલ છે. આમ, કાલોલ પો.સ્ટે. ના વિશ્વાસઘાત તેમજ છેતરપીંડીના ગુન્હાના પાંચ આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી ફરીયાદી પાસેથી લઈ ગયેલ ચાંદીના દાગીનાની મુદ્દામાલ રીકવર કરી અનડીટેક્ટ વિશ્વાસઘાત તેમજ છેતરપીંડીનો ગુન્હો ડીટેક્ટ કરી પકડાયેલ આરોપીઓ વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીના નામ :-

(૧) રાજુનાથ ચતુરનાથ મદારી (૨) સાવનનાથ રાજુનાથ મદારી

(3) કરણનાથ રાજુનાથ મદારી (૪) સાગરનાથ રાજુનાથ મદારી ચારેય રહે. જુના હોડીયા ગામ તા-બાલાસિનોર જી-મહિસાગર

(૫) પ્રેમનાથ નટવરનાથ મદારી ઉ.વ.૨૪ રહે. કપડવંજ કરશનપુરા ફળીયું તા-કપડવંજ જી.ખેડા

કબજે કરેલ મુદ્દામાલ :-

(૧) ચાંદીના ફેન્સી છડા જોડ-બે જેની આશરે કિ.રૂ.૨૦,૦૦૦/-

(૨) યાંદીના પાતળા છડા જોડ-૦૧ જેની આશરે કિ.સ.૧,૦૦૦/-

(૩) ચાંદીનો કંદોરો -૦૧ જેની આશરે કિ.રૂ.૧૦,૦૦૦/-

       કુલ કિ.રૂ. ૩૬,૦૦૦/- નો મુદ્દામાલ

ડીટેક્ટ થયેલ ગુનો :- કાલોલ પો.સ્ટે. એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૭૦૩૬૨૪૦૦૭૮/૨૦૨૪ ઈ.પી.કો. કલમ- ૪૦૬,૪૨०,૩૪

કામગીરી કરનાર > શ્રી સી.બી.બરડા પોલીસ સબ ઈન્સ્પેક્ટર કાલોલ પોલીસ સ્ટેશન

(૧) બી.બી.કાતરીયા પોલીસ સબ ઈન્સ્પેક્ટર (૨) અ.હે.કો. ચંદનસિંહ ગોવિંદસિંહ બ.નં.૧૦૭૨. (3) અ.પી.કો. અરવિદભાઈ રમણભાઈ બ.નં.૧૦૯૭ (૪) અ.પો.કો. નરેશકુમાર