ભુજ બાંદ્રા ને પણ સાપ્તાહિક બે દિવસની જગ્યાએ ડેલી કરવાની માંગ

ડીસા બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય વેપારી મથક માનવામાં આવે છે રાજસ્થાનમાંથી પણ મોટી સંખ્યામાં વ્યાપારીઓ ખરીદી માટે ડીસા આવતા હોય છે અને બટાકાનું હબ પણ ડીસા જ છે ત્યારે મોટાભાગના લોકો સુરત અને મુંબઈમાં વસવાટ કરે છે તેમજ ખરીદી અર્થે પણ અવારનવાર અવર-જવર કરતા હોય છે પરંતુ ડીસાને આટલા વર્ષો બાદ પણ ડીસા થી સુરત મુંબઈ જવા માટે ડેઇલી સર્વિસ ટ્રેનની સુવિધા મળી નથી ભુજ બાંદ્રા ટ્રેન શરૂ કરવામાં આવી છે તે સપ્તાહમાં માત્ર બે દિવસ જ હોવાથી આડા દિવસે જવા માટે લોકોને ખાનગી બસોનો સહારો લેવો પડે છે ત્યારે ડીસા થી સુરત મુંબઈ સુધી ડેલી સર્વિસ ટ્રેન શરૂ કરવા માટે જાગૃત નાગરિક હસમુખભાઈ વેદલિયા દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ આજ સુધી રેલવે તંત્ર અથવા તો સરકારે તેમની રજૂઆત ધ્યાને લીધી નથી ત્યારે રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ડીસા થી સુરત મુંબઈ સુધીના રૂટ ઉપર ડેલી સર્વિસ ટ્રેન શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે

ઉત્તર ગુજરાતના ઊંઝા બાદ બીજા નંબરે સૌથી મોટું અનાજ માર્કેટ યાર્ડ ડીસામાં આવેલું છે તેમ જ લાખો કટ્ટા બટાકાનું ઉત્પાદન પણ ડીસામાં થાય છે અને ડીસાના બટાકા અમદાવાદ વડોદરા, સુરત મુંબઈ સુધી જાય છે આ ઉપરાંત જૈન સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ સુરત અને મુંબઈમાં વસવાટ કરે છે તો કેટલાક વેપારીઓ કાપડ સહિતની અન્ય ખરીદ્યો માટે પણ સુરત અને મુંબઈ જતા હોય છે ત્યારે આ તમામ વેપારીઓને રેલવેની સુવિધા ન હોવાથી ન છૂટકે ખાનગી લક્ઝરીઓમાં ઊંચા ભાડા આપીને મુસાફરી કરવી પડે છે ત્યારે ડીસા થી અમદાવાદ વડોદરા સુરત મુંબઈ સુધીની ડેલી સર્વિસ ટ્રેન શરૂ કરવા માટે શહેરના જાગૃત નાગરિક અને ડીસા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના મંત્રી હસમુખભાઈ વેદલીયા દ્વારા સ્થાનિક ધારાસભ્યથી લઈને પ્રધાનમંત્રી સુધી અને સ્થાનિક રેલવે થી લઈને દિલ્હી સુધી રેલવે મંત્રી સુધી અનેક રજૂઆતો લેખિતમાં કરી છે તેમ છતાં પણ તંત્ર દ્વારા આજ સુધી તેમની રજૂઆતો ને ધ્યાને લેવામાં આવી નથી ત્યારે રેલવે તંત્ર દ્વારા ભુજ બાંદ્રા ટ્રેનને ડેઇલી સર્વિસ કરવામાં આવે અને ડીસા થી મુંબઈ સુધીની ડેલી સર્વિસ ટ્રેન શરૂ કરવામાં આવે તેવી શહેરીજનોની માંગ છે આ ટ્રેન શરૂ થવાના લીધે ડીસા રાધનપુર દિયોદર સાતલપુર સહિતના અન્ય ગામના લોકોને ખૂબ જ મોટો ફાયદો થાય તેમ છે

બોક્સ

50થી વધુ લક્ઝરીઓ દોડે છે

ડીસા ધાનેરા પાથાવાડા થરાદ અને રાજસ્થાનના સાચોર બાડમેર થી સુરત મુંબઈ જવા માટે 50થી વધુ ખાનગી લક્ઝરી બસો હાલમાં દોડી રહી છે ટ્રેનની સુવિધા ન હોવાથી લોકો પણ ન છુટકે ડબલ અને ત્રણ ગણા ભાડા ચૂકવી ખાનગી લક્ઝરી બસોમાં જોખમી મુસાફરી કરી રહ્યા છે જો ડેઇલી સર્વિસ ટ્રેન ચાલુ થાય તો લોકોના પૈસા બચવાની સાથે લોકોને સુરક્ષિત યાત્રાનો પણ લાભ મળી રહે

બોક્સ

નાણી અને દાંતીવાડા ડીસાની નજીકમાં આવેલું છે

નાણી ખાતે એરફોર્સ નું એરપોર્ટ બનવાનું છે તો બીજી તરફ બીએસએફનું કેમ્પ પણ દાંતીવાડા ખાતે આવેલું છે અને આ બંને ગામો ડીસાની નજીક આવેલા છે અને આ બંને કેમ્પોમાં નોકરી કરતા સુરક્ષા કર્મીઓને સુરત મુંબઈ અથવા તો અન્ય રાજ્યોમાં જવા માટે ડીસા થી મુંબઈ સુધીની ટ્રેન શરૂ થાય તો તેમને પણ ખૂબ જ લાભ થાય તેમ છે 

બોક્સ

ડેલી સર્વિસ ટ્રેન શરૂ થાય તો હીરા અને કાપડના વેપારીઓને પણ ખૂબ જ મોટો ફાયદો થાય તેમ છે

ડીસા થી અમદાવાદ બરોડા સુરત મુંબઈ સુધી ડેલી સર્વિસ ટ્રેન શરૂ કરવામાં આવે અને ભુજ બાંદ્રા ટ્રેન જે હાલમાં સપ્તાહમાં બે દિવસ ચાલે છે તેને ડેઇલી સર્વિસ કરવામાં આવે તો ડીસા તેમજ આસપાસના અન્ય તાલુકાના હીરા અને કાપડના વેપારીઓને ખરીદી કરવા માટે અને અવરજવર કરવા માટે ખૂબ જ મોટો ફાયદો થાય તેમ છે અને રેલવેને પણ સારું ટ્રાફિક મળી રહેશે

બોક્સ

અમારી રજૂઆતો કોઈ સાંભળતું નથી હસમુખભાઈ વેદલીયા જાગૃત નાગરિક

આ અંગે ડીસા ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી હસમુખભાઈ વેદલિયા એ જણાવ્યું હતું કે ભુજ દાદર ટ્રેનને ડેઇલી સર્વિસ કરવી અને ડીસા થી મુંબઈ સુધી ડેલી સર્વિસ નવી ટ્રેન શરૂ કરવા માટે મેં સ્થાનિક ધારાસભ્યો સંસદ સભ્ય મુખ્યમંત્રી પ્રધાનમંત્રી રાજ્યપાલ તેમજ રેલવે મંત્રી રેલવે બોર્ડ રેલવે જનરલ મેનેજર ડી આર એમ અમદાવાદ અને દિલ્હી સુધી અનેકવાર રજૂઆતો લેખિતમાં કરી છે પરંતુ આજ દિન સુધી કોઈએ પણ અમારી રજૂઆત સાંભળી નથી જો આ ટ્રેનો શરૂ કરવામાં આવે તો અનેક તાલુકાઓની પ્રજાને ખૂબ જ મોટો ફાયદો થાય સાથે સાથે રેલવેને પણ ઇન્કમમાં વધારો થાય તેમ છે

બોક્સ

રેલવે કરતા ખાનગી લક્ઝરી નું ભાડું ત્રણ ગણું

ડીસા થી ટ્રેનમાં સુરત જવા માટે કન્ફર્મ ટિકિટ નું ભાડું 275 રૂપિયા છે જ્યારે ટ્રેનની સુવિધા ન હોવાના લીધે ન છૂટકે લોકો ખાનગી લક્ઝરી બસોમાં મુસાફરી કરે છે અને આ ખાનગી લક્ઝરી બસના સંચાલકો ડીસા થી સુરત જવાનું ભાડું 600 થી 800 રૂપિયા સુધી વસુલે છે અને દિવાળી કે અન્ય કોઈ સિઝન હોય તો હજારથી બારસો રૂપિયા સુધીનું પણ ભાડું વસૂલતા હોય છે જેથી પ્રજા સરેઆમ લૂંટાઈ રહી છે