ડીસાની વિદ્યાર્થીની વૃષ્ટિ ખત્રી શહેરની એન્જલ્સ સ્કૂલમાં અભ્યાસ કરે છે સાથે સાથે તે તીરંદાજી ની તાલીમ પણ લઈ રહી છે તાજેતરમાં નેશનલ ઇન્ડોર આર્ચરી ચેમ્પિયનશિપ 2024 નું આયોજન ફિલ્ડ આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા પુના ખાતે કરવામાં આવ્યું હતું .જેમાં આ વિદ્યાર્થીનીએ જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ સારું પ્રદર્શન કરતા તેની રાજ્ય કક્ષાની ટીમમાં પસંદગી થઈ હતી 

નેશનલ ટુર્નામેન્ટમાં આ વિદ્યાર્થીનીએ સારું પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી સમાજ અને શહેરનું ગૌરવ વધાર્યું છે

ડીસા શહેરના શુભમ પાર્ટી પ્લોટ પાછળ આવેલ શ્રીનિવાસ સોસાયટી ખાતે રહેતા ગીરીશભાઈ ખત્રીની દીકરી વૃષ્ટિ ખત્રી શહેરની એન્જલ્સ સ્કૂલમાં ધોરણ છ માં અભ્યાસ કરે છે વૃષ્ટિ ખત્રી અભ્યાસની સાથે સાથે છેલ્લા બે વર્ષથી તિરંદાજી ની પણ તાલીમ લઈ રહી હતી અને આ વિદ્યાર્થીનીએ જિલ્લા તેમજ રાજ્યકક્ષાએ આ સ્પર્ધામાં સારું પ્રદર્શન કર્યું હતું જેથી તિરંદાજી ગુજરાતની ટીમમાં વૃષ્ટિ ખત્રીની પસંદગી થઈ હતી અને તાજેતરમાં મહારાષ્ટ્રના પુના ખાતે તિરંદાજી નેશનલ કક્ષાની ટુર્નામેન્ટ યોજાઇ હતી જેમાં વૃષ્ટિ ખત્રીએ ખૂબ સારું પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ખત્રી સમાજ ડીસા શહેર તેમજ સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું છે જેથી એન્જલ સ્કૂલના ટ્રસ્ટીઓ પ્રિન્સિપાલ અને વ્યામ શિક્ષકોએ આ વિદ્યાર્થી ને અભિનંદન પાઠવ્યા હતા અને હજુ પણ આ રમતમાં વિદ્યાર્થીની ખૂબ આગળ વધે તેવી શુભકામનાઓ આપી હતી