વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિની પણ રચના કરી ચેર પર્સન સહિત નવા સભ્યોની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા રાજ્યના દરેક જિલ્લાઓમાં બાળ કલ્યાણ સમિતિના સભ્યો ના નામોની જાહેરાત કરવામાં આવી છે વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેર પર્સન તરીકે ભુવનેશ્વરીબેન દેસાઈ અને સમિતિના સભ્યોએ વિધિવત રીતે વલસાડ બાળ કલ્યાણ સમિતિની કચેરી ખાતે કાર્યભાર સંભાળ્યો હતો. વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેર પર્સન અને સમિતિના સભ્યોને વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા અને જિલ્લા ભાજપના હોદ્દેદારોએ અને અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી હતી.