ડીસાની સોમનાથ ટાઉનશીપમાં છ દિવસ અગાઉ બંધ મકાનના તાળા તોડી અંદરથી ચાવી લઇ એક્ટિવાની ચોરી કરનારા શખ્સને એસઓજીની ટીમે ડીસામાંથી ઝડપી લીધો હતો.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
એસઓજી પી.આઈ.એ ટીમ સાથે ડીસાની દીપક હોટલથી કોલેજ જતા રોડ વચ્ચે વોચ ગોઠવી હતી. જ્યાં એક્ટિવા ચાલકને રોકાવી નામ પુછતાં હીતેશપુરી બાબુપુરી ગૌસ્વામી (રહે.મોઢેશ્વરી સોસાયટી ડીસા) જણાવ્યું હતું.
અને એક્ટિવા પાંચ છ દિવસ પહેલાં ડીસા સોમનાથ ટાઉનશીપમાં રાત્રીના સમયે એક મકાન માં લોખંડના સળીયા વડે તાળુ તથા નકુચો તોડી અંદર પ્રવેશી ઘરમાં તિજોરી,કબાટ તથા અન્ય ઘરવખરીમાં શોધખોળ કરતાં કંઈ હાથ ના લાગતાં બેઠક રૂમમાં ચાવીઓ લટકાવેલી જોતાં જેમાંથી બહાર ઓસરીમાં પડેલ એક્ટિવા ચોરી કરી હોવાનુ કબુલ્યું હતુ.જેથી પોલીસે એક્ટિવા જપ્ત કરી અટકાયત કરી કાર્યવાહી માટે આરોપીને દક્ષિણ પોલીસને સોંપવામાં આવ્યો હતો.