પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગ હસ્તકના વિભાગોમાં ઘર કરી ગયેલા ભ્રષ્ટાચારના દુષણો સખ્તાઇથી ડામી દેવા જેવી તાબડતોબ કામગીરીઓના તેવરો મધ્યે મધ્યાહન ભોજન યોજનામાં ચાલતી ગેરરીતિઓ સામે આવતા જિલ્લા પુરવઠા વિભાગ હરકતમાં આવ્યું છે. પંચમહાલ જિલ્લામાં રકાર હસ્તકની પ્રાથમિક શાળાઓમાં સરકારી યોજનાઓ અન્વયે આપતા મધ્યાહન ભોજન અંતર્ગત વિદ્યાર્થીઓને આપતા ભોજન અને નાસ્તામાં રોજિંદા મેનુ અને સમયમાં મનસ્વી વર્તન જેવી સંચાલકોની નીતિઓ સામે જિલ્લા પુરવઠા અધિકારી એચ. ટી મકવાણાએ તાકીદ કરી છે.
જિલ્લાની અનેક સરકારી પ્રાથમિક શાળામાં માધ્યમ ભોજન યોજનાના સંચાલકો સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ અઠવાડિક મેનુ અને સમયમાં ફેરફાર સમેત કેટલાક કિસ્સાઓમાં બીજી રિસેસ દરમ્યાન નાસ્તો આપતો જ નહિ હોવાની ચોકવનારી હકીકતો બહાર આવતા જિલ્લા પુરવઠા અધિકારીએ યોજના સંચાલકો ને જાહેર પરિપત્ર દ્વારા નિયમાનુસારની કામગીરી અથવા કામગીરીથી બહાર જેવો સાવધ કરતો પરિપત્ર કરતા યોજના સંલગ્ન ભ્રષ્ટાચાર કરતા સંચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.