પેટલાદ શહેર પોલીસે બાતમીને આધારે જોગણ નહેર પાસેથી બાઈક ઉપર વિદેશી દારૂ લાવતા 4 યુવકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે વિદેશી દારૂની 48 બોટલ ઝડપી પાડી હતી. પોલીસે 2 બાઈક સહીત 54,200 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે હર્ષદ ગોહેલ(રાસ ),ધર્મેશ પરમાર,દિલીપ પરમાર, અલ્પેશ ઠાકોર (ધર્મજ )સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.