ડીસા નગરપાલિકા ની વિવિધ કમિટીઓની મુદત 22 જાન્યુઆરીના રોજ પૂરી થઈ હતી જ્યારે નવી કમિટીઓની રચના કરવા માટે ભાજપના સભ્યએ રજૂઆત કરી હતી જે બાદ ચીફ ઓફિસર દ્વારા કમિટીઓની રચના માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને આગામી 13 મી ફેબ્રુઆરીના રોજ વિવિધ કમિટીઓની રચના કરાશે ત્યારે પાલિકાની મહત્વની કમિટીઓ મેળવવા માટે સભ્યોએ એડી ચોટીનું જોર લગાવવાની શરૂઆત કરી નાખી છે

ડીસા નગરપાલિકામાં પ્રમુખ રાજુભાઈ ઠક્કરની અઢી વર્ષની ટર્મ પૂરી થયા બાદ આગામી અઢી વર્ષના પ્રમુખ તરીકે સંગીતાબેન પ્રકાશભાઈ દવે ને પ્રમુખ પદ આપવામાં આવ્યું છે ત્યારબાદ નગરપાલિકાની વિવિધ કમિટીઓની મર્યાદા પણ 22 જાન્યુઆરીના રોજ પૂરી થઈ હતી જ્યારે નવી કમિટીઓની રચના કરવા માટે ભાજપના નગરપાલિકાના કોર્પોરેટર રમેશભાઈ માજીરાણા દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆત બાદ ચીફ ઓફિસર દ્વારા વિવિધ કમિટીઓની રચના કરવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને આગામી 13 મી ફેબ્રુઆરીના રોજ વિવિધ કમિટીઓની રચના માટે નગરપાલિકાના સભાખંડમાં બેઠક યોજાશે ત્યારે નગરપાલિકામાં ભાજપ પાસે સત્તા છે જેથી તમામ કમિટીઓમાં ભાજપના જ સભ્યોની નિમણૂક કરવામાં આવશે જો કે નગરપાલિકાની મહત્વની ગણાતી નવ જેટલી કમિટીઓ મેળવવા માટે પાલિકાના સભ્યોએ એડી ચોટી નું જોર લગાવવાની શરૂઆત કરી નાખી છે અને સભ્યો પોતાના અંગત નેતાઓને કમિટી મેળવવા માટે ભલામણો કરી રહ્યા છે ત્યારે સભ્યોની આ ભલામણો કામ આવશે કે કેમ તે તો 13 મી ફેબ્રુઆરી એ જ ખબર પડશે પરંતુ કમિટીઓની રચનાને લઇ રાજકારણ ગરમાઈ ગયું છે

બોક્સ

કઈ કમિટિ કોની પાસે હતી 

1.જીજ્ઞનેશભાઈ આર.જોષી - કારોબારી ચેરમેન 

2.અમીતભાઈ રાજગોર - પાણી પુરવઠા સમિતિ 

3.વાસુભાઈ પી. મોઢ - શીક્ષણ સમિતિ 

4.નયનાબેન એમ. સોલંકી સમાજ કલ્યાણ સમિતિ 

5.પુનમબેન પી. ભાટી - લાઈટ શાખા 

6.અતુલ શાહ - દબાણ શાખા સમિતિ 

7.નીલાબેન એમ.પ્રજાપતિ - ટાઉન પ્લાનીંગ સમિતિ 

8.રાજુભાઈ બી. ઠાકોર - બાંધકામ સમિતિ

9.રવિભાઈ ઠક્કર- ઈ.એસ.ટી. સમિતિ

બોક્સ

આ મહત્વની કમિટીઓ મેળવવા સભ્યો કરી રહ્યા છે મથામણ

લાઈટ સમિતિ

પાણી પુરવઠા સમિતિ

દબાણ સમિતિ

કારોબારી સમિતિ

ટાઉન પ્લાનિંગ સમિતિ

સેનિટેશન સમિતિ

બાંધકામ સમિતિ

શિક્ષણ સમિતિ