પાલનપુરની રામપુરા ચોકડી પાસે આવેલી ચોવીસ ગોળ ઠાકોર સમાજ સંસ્થાની આવેલી લાઈબ્રેરીમાં નજીકમાં જ ચાલતી એક વિદ્યાર્થીઓને વાંચવા ન દેવા મામલે બે જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થતા સામસામી 10 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની હાજરીમાં જ થયેલી મારામારીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

બનાસકાંઠા જિલ્લાના રામપુરા ચોકડી પાસે ચોવીસ ગોળ ઠાકોર સમાજ સંસ્થાની લાઈબ્રેરીમાં નજીકમાં જ ચાલતી એક એકેડમીના વિદ્યાર્થીઓ વાંચવા આવ્યા હતા. જેથી ટ્રસ્ટના જવાબદાર લોકો દ્વારા વિદ્યાર્થીઓને ઈન્કાર કરવામાં આવતા બંને પક્ષના લોકો વચ્ચે પહેલા બોલાચાલી અને બાદમાં મારમારી થઈ હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

મળતી માહિતી મુજબ છેલ્લા દસેક દિવસથી વિવાદ ચાલતો હતો અને ગઈકાલે બે પક્ષો સામ સામે આવતા ખુલ્લા હાથની મારા મારી અને ધીંગાણું સર્જાયું હતું. પોલીસે આ મામલે બંને પક્ષના 10 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.