બનાસકાંઠા જીલ્લાના પોલીસ પરિવારના બાળકોને ઉત્સાહના ભાગરૂપે વર્ષ 2022 થી 23 સારા ટકા મેળવેલ બાળકોને સહાય વિતરણ કાર્યક્રમ જીલ્લા પોલીસ વડાના અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.જેમાં તેજસ્વી તારલાઓને એસપીના હસ્તે પ્રોત્સાહક ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

બનાસકાંઠા જીલ્લાના પોલીસ પરિવારના બાળકોને જીલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં બાળકોને પ્રોત્સાહક રૂપે ઇનામ સહાય વિતરણ નું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

 વર્ષ 2022-23 માં સારા ટકા મેળવેલા બાળકોને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસ વડાના હસ્તે તેજસ્વી તારલાઓને 1 લાખ 40 હજાર પ્રોત્સાહન રૂપે ઇનામ સહાય વિતરણ કર્યું હતું. કાર્યક્રમમાં જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા,નાયબ પોલીસ અધિક્ષક એમ.બી. વ્યાસ, ડોક્ટર જે. જે. ગામીત નાયબ પોલીસ અધિક્ષક, સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.