ઇસ્લામ ધર્મના ચોથા ખલીફા હઝરત સૈયદ અલી હૈદર રદીઅલ્લાહૂ તઆલા અન્હુ ના વંશ જ સૈયદના ઇમામ જાફર સાદીક (ર.દી) ની યાદમાં દર વર્ષે પરંપરાગત રીતે મનાવવામાં આવતા કુંડાના તહેવારની સમગ્ર કાલોલ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દૂધની ખીર અને પુરી બનાવી નિયાઝ માટે સગાસંબંધીઓ મિત્રો અને નાના ભૂલકાઓ ને આમંત્રિત કરી ઉજવણી કરાઈ હતી.જ્યારે ઇસ્લામ ધર્મના રજબ માસની ૨૨મી તારીખે આ સૈયદના ઇમામ જાફર સાદીક (ર.દી) ની તેઓની યાદમાં કુંડાની નિયાઝ બનાવવામાં આવે છે આ તહેવારને કુંડાનો તહેવાર એટલા માટે કહેવામાં આવે છે કે આ દિવસે મુસ્લિમ બિરાદરો પોતાની શક્તિ પ્રમાણે પોતાના ઘરે ખીર અને પુરી બનાવી તેને માટીના કુંડામાં મૂકી તેઓની યાદમાં ફાતેહા પઢી તમામ મિત્રો અને સગાસંબંધીઓ નાના ભૂલકાઓ ને ઘરે બોલાવી નિયાઝ પીરસવામાં આવે છે.વહેલી સવારથી જ મુસ્લિમ વિસ્તારમાં કુંડાના તહેવારને નાના ભૂલકાઓથી લઈ પુરૂષો અને મહિલાઓ એકબીજા ના ઘરે જઈ નિયાઝનો લાભ લીધો હતો જ્યારે નાના ભૂલકાઓ મા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.આ તહેવાર ની ઉજવવાની પ્રમાણિકતા ની જેમ "નિયાઝ ઔર નમાઝ" નામની ફિલ્મ પણ બની ચુકી છે જેમાં આ કુંડાના તહેવાર અંગે પ્રકાશ પાડવામાં આવ્યો છે વહેલી સવારથી કાલોલમાં શરૂ થયેલા આ તહેવાર સાંજ સુધી અવિરત ચાલુ રહેલો જોવા મળ્યો હતો.