ધારાસભ્ય અને જીલ્લા ભાજપ પ્રમુખના દ્રારા ઉજ્જવલા અને આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા...

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના સરાડીયાની વૃંદાવન હાઈસ્કૂલ ખાતે ધારાસભ્ય માનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું ગ્રામજનોએ સંકલ્પ યાત્રા રથને અક્ષત કુમકુમથી વધાવ્યો હતો ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક રથને આવકારી અને સ્વાગત કર્યું હતું આ તકે ધારાસભ્ય જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લ જીલ્લા ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના ઉજ્જવલા યોજના સહિતના વિવિધ યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતાં વિકસિત ભારત સંકલ્પ રથના માધ્યમથી છેવાડાના માનવીઓને પણ સરકારના વિવિધ વિભાગોની યોજનાના ઘરબેઠા જ લાભ મળે તે હેતુસર સંકલ્પ રથનું આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત વૃંદાવન હાઈસ્કૂલ ખાતે સંકલ્પ રથના આ કાર્યક્રમમાં નવા આયુષ્માન કાર્ડ કેમ્પ તેમજ આરોગ્ય લક્ષી યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મહાનુભાવો તથા ગ્રામજનોએ વિકસિત ભારત માટેના શપથ લઈ દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં આ પ્રસંગે બાલાસિનોરના વિધાનસભાના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ,મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા મહિસાગર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીનભાઇ શુક્લ, વિરપુર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ મંગુબેન અર્જુનસિંહ સોલંકી,વિરપુર તાલુકા ભાજપા પ્રમુખ શનાભાઇ પરમાર,વિરપુર તાલુકા પંચાયત પ્રમુખ નિખીલ પટેલ,પુર્વ પ્રમુખ દિપકભાઈ તલાર,ભાજપ આગેવાન ઉદેસિંહ ચૌહાણ સહિતનાં અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં...