પંચમહાલ-ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નાઓએ તથા પોલીસ અધિક્ષક નાઓએ અત્રેના જીલ્લામાં અપહરણ તેમજ પોક્સો એકટ મુજબના દાખલ થયેલ ગુન્હાઓમાં અટક કરવાના બાકી આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે આધારે નાયબ પોલીસ અધિક્ષક હાલોલ વિભાગ હાલોલ નાઓ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર નાઓના માર્ગદર્શન હેઠળ કાલોલ પોલીસ સ્ટેશનના પો.સબ ઈન્સ.તથા સર્વેલન્સ સ્ટાફના માણસો તથા વુમન પોલીસ સાથે પો.સ્ટે. હાજર હતા તે દરમ્યાન હ્યુમન સોર્સીસ તેમજ ટેક્નીકલ સર્વેલન્સ આધારે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, અપહરણ નો આરોપી મિતુલકુમાર ખુમાનસિંહ પરમાર રહે.મોટી શામળદેવી ગામ તા-કાલોલ જી-પંચમહાલ નાનો ભોગ બનનાર બેન સાથે પાવાગઢ બસ સ્ટેશન નજીકમાં ઉભેલ છે તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે વુમન પો.કો. સાથે પાવાગઢ બસ સ્ટેશન વિસ્તારમાં જઈ તપાસ કરતાં આરોપી તથા ભોગ બનનાર મળી આવતાં તેઓને કાલોલ પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી