કાલોલ તાલુકાના વેજલપુર ખાતે રહેતા હુસેનભાઇ મહમદભાઈ ભોળા દ્વારા કાલોલ ના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ની કોર્ટમાં ગોધરાના રમેશભાઈ નાથાભાઈ વણકર વિરુદ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ ૧૩૮ મુજબ વર્ષ ૨૦૧૮ માં ફરિયાદ દાખલ કરી હતી જેની મુખ્ય વિગતો જોતા વર્ષ ૨૦૧૬ મા આરોપીએ પોતાના મકાન નુ બાંધકામ કરવા માટે ફરીયાદી સાથે કરાર કર્યો હતો અને રૂ ૮૦૫/ પ્રતી ચો.મી નો ભાવ નક્કી કરી બાંધકામ પુર્ણ થતા રૂ ૫,૫૦,૦૦૦/ આપવાના નક્કી કરેલ. ફરીયાદીના જણાવ્યા મુજબ આ રકમ પેટે આરોપીએ રૂ. ૫,૫૦,૦૦૦/ નો ચેક વડોદરા ગુજરાત ગ્રામીણ બેંક વાઘજીપુર શાખાનો ફરિયાદીને આપેલ જે ચેક ફરિયાદીએ વેજલપુર ખાતેની દેના બેન્કમાં જમા કરાવતા અપૂરતા ભંડોળને કારણે પરત ફરેલ જેની ફરિયાદીએ આરોપીને નોટિસ આપેલ અને ત્યારબાદ ચેક ના નાણા નહીં મળતા કલોલ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી આરોપી તરફથી એડવોકેટ એસ.એસ શેઠ દ્વારા ફરિયાદીની ઉલટ તપાસ કરતા ફરિયાદીએ એ વાતનો સ્વીકાર કરેલ કે આરોપીએ સાડા પાંચ લાખ રૂપિયાની રકમ પેટે સાડા ત્રણ લાખ રૂપિયા તેને ચૂકવી આપ્યા હતા. ફરિયાદીએ વધુમાં એ પણ સ્વીકાર કરેલું હતું કે સાડા ત્રણ લાખ રૂપિયા પોતાને મળી ગયા છે તે વાતનો તેને ફરિયાદમાં કે તેની સર તપાસમાં એકરાર કરેલ નથી વધુમાં ફરિયાદીએ એ વાતનો પણ એકરાર કરેલ કે મકાન બનાવવામાં જે રકમ ખર્ચ કરેલ તે રકમ ના વ્યવહારોનો તેની પાસે કોઈ આધાર પુરાવો નથી સમગ્ર બાબતે એપેક્સ કોર્ટના જુદા જુદા ચુકાદાને આધારે તેમજ આરોપીના વકીલ એસ.એસ શેઠ દ્વારા કરેલી દલીલો ને ધ્યાને લઈ કાલોલ કોર્ટ દ્વારા ફરીયાદી પોતાની ફરિયાદ ના સમર્થન મા કોઈ દસ્તાવેજી તેમજ મૌખીક પુરાવા રજૂ કરી શકેલ નથી ફરિયાદી જે તકરારી રકમ ઉપર આધાર રાખે છે તે શંકા રહિત સાબિત કરવાની જવાબદારી ફરિયાદીને પોતાની છે તેમ છતાં રૂ.૩,૫૦,૦૦૦/ ચુકવ્યા હોવાની મહત્વની હકીકત છુપાવેલ છે જેથી ફરિયાદી પોતાનું કાયદેસરનું લેણું સાબિત કરી ન શકવાથી કાલોલના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર જી.યાદવે ફરિયાદીની ફરિયાદ રદ કરી આરોપીને છોડી મૂકવાનો હુકમ કરેલ છે.