ધાનેરામાં ઇલેકટ્રીક દુકાન નાંખી રિપેરીંગ કામ કરતાં કારીગરે મૂળ દાંતીવાડાના લાખણાસર હાલ સુરત રહેતા શખ્સ પાસેથી રૂ.13 લાખમાં મકાન વેચાણે રાખ્યું હતુ. જેની રકમ ચૂકતે કરી દીધી હતી. મકાન માલિક નકલી વકીલ બની તેમણે ડિપોઝીટ પેટે આપેલા પત્નીના નામના ચેક બેંકમાં ભરાવી રિર્ટન કરી વધુ રૂપિયા 24 લાખ ખંખેરી લીધા હતા.
ધાખા ગામના રમેશભાઈ કાનજીભાઈ પ્રજાપતિ ધાનેરામાં ઇલેકટ્રીક વસ્તુ રીપેરીંગનો વ્યવસાય કરે છે. જેમણે મુળ દાંતીવાડા તાલુકાના લાખણાસર અને હાલ હાલ 302 તુલસી વન ફ્લેટ એલ પી સવાણી સ્કૂલ પાસે અડાજણ સુરત રહેતા પિયુષભાઇ લીલાભાઇ દેસાઇ પાસેથી શેરડી ગામ સોસાયટીમાં રૂ.13,05,000માં 8 જૂન 2022માં મકાન વેચાણ રાખ્યું હતુ. જે નાણાં ઓનલાઇન ચૂકવી દીધા હતા.
જોકે, પિયુષભાઈ લીલાભાઈ દેસાઈએ નકલી વકીલ બની પી.એલ.લોઢાના નામથી 37 લાખ મેળવી લીધા હતા.જે પછી પિયુષભાઇના પત્નીના નામે આપેલા 13 ચેક સુરતની બેંકમાં નાખી રિર્ટન કરાવ્યા હતા.અને કેસ કરવાની ધમકી આપી વધુ રૂપિયા 10 લાખની માંગણી કરતો હતો. જોકે, રમેશભાઇએ તપાસ કરાવતાં નકલી વકીલ બનીને છેતરપીંડી આચરાઇ હોવાનું સામે આવતાં તેમણે ફરિયાદ નોંધાવી હતી.