પેટલાદ ખાતે આવેલ આર.કે.પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમા સાયન્સ વિભાગમા સર્વિસ કરતા પેટલાદ કોલેજના પ્રતિનિધિ પરેશભાઈ પટેલનું અમદાવાદ ખાતે આવેલ એમ.જી.સાયન્સ કોલેજમા ગુજરાત લેબ સ્ટાફ યુનિયન દ્વારા તેમની સર્વિસ દરમિયાન સેવાકીય રૂચીને લઈને સાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે યુનિયનમાં કેવા સુધારા કરવા તે અંગે તેમનો મત રજૂ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં બીજી કોલેજના આચાર્ય તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.