Double Decker Bus In Ahmedabad : અમદાવાદના રસ્તા પર 33 વર્ષ પછી ડબલ ડેકર બસ દોડશે
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા વર્ષ 2024-25 નું રૂ. 641.50 કરોડનું બજેટ જાહેર કરાયું છે. હવે AMTSની ડીઝલ બસો દૂર કરી શહેરમાં ઈ-બસ અને સીએનજી બસ દોડાવવાની તૈયારી કરાઈ છે. આ માટે અમદાવાદના મેમનગર, અખબારનગર અને આરટીઓ પાસે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પણ બનાવાશે. પ્રથમ તબક્કામાં સાત ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસ દોડાવાશે. વર્ષ 1990માં અમદાવાદ સહિતના શહેરોમાં ડબલ ડેકર બસ બંધ કરવામાં આવી હતી.