હાલોલ મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા ગત વર્ષે મુસ્લિમ સમાજના બાળકોમાં ઇસ્લામિક વૈકલ્પિક અભ્યાસક્રમના માધ્યમથી ઇસ્લામિક જ્ઞાન સભર માહિતી સાથેની જાગૃતિ કેળવવા માટે ઇસ્લામિક નોલેજ સ્પર્ધાની લેખિત પરીક્ષા યોજાઈ હતી જે પરિક્ષામાં મોટી સંખ્યામાં સમસ્ત હાલોલ મુસ્લિમ સમાજના દીકરા દીકરીઓએ ભાગ લઈ શ્રેષ્ઠ પરિણામ આપ્યું હતું જેમાં શ્રેષ્ઠ આવનાર બાળકોને રોકડ રકમ આપી સન્માનિત કરાયા હતા જેમાં ગત વર્ષે યોજાયેલી ઇસ્લામિક નોલેજ સ્પર્ધાની ભવ્ય સફળતાથી પ્રેરિત થઈ આ વર્ષે પણ હાલોલ મુસ્લિમ સમાજના જાગૃત અને સેવાભાવી અગ્રણી કાર્યકરો દ્વારા એક અનોખા ઈસ્લામિક અભિગમ સાથે હાલોલની સમસ્ત મુસ્લિમ સમાજની મહિલાઓમાં ઇસ્લામિક જ્ઞાનસભર માહિતી કેળવાય અને વૈકલ્પિક ઇસ્લામિક અભ્યાસક્રમના સથવારે મહિલાઓ ઇસ્લામિક માહિતી સાથેની કસોટીમાંથી પસાર થઈ જાગૃત થાય તેવા ઉમદા હેતુ સાથે સમસ્ત હાલોલ મુસ્લિમ સમાજની મહિલાઓ જેમાં 20 વર્ષથી ઉપરની આયુની મહિલાઓ માટેની ઇસ્લામિક નોલેજ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં આજે રવિવારે બપોરે હાલોલ નગરના બે અલગ અલગ વિસ્તારો જેમાં મુહમ્મદી સ્ટ્રીટ ખાતે આવેલ હૈદરી ચોક તેમજ બાદશાહ બાવાની દરગાહ વિસ્તાર ખાતે પરીક્ષા યોજાઈ હતી જેમાં બન્ને સ્થળે મંડપ સાથેના સુવ્યવસ્થિત અને બેઠક વ્યવસ્થા સાથેના સુચારુ આયોજન સાથે હાલોલ મુસ્લિમ સમાજના અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ મુસ્લિમ સમાજની શિક્ષિત અને અગ્રણી યુવતીઓ અને મહિલાઓના સંપૂર્ણ સંચાલન હેઠળ સફળતાપૂર્વક સુંદર અને શ્રેષ્ઠ આયોજન સાથે પરીક્ષા યોજાઈ હતી જેમાં ઇસ્લામિક નોલેજ આધારિત લેખિત વૈકલ્પિક પરીક્ષા અંતર્ગત યોજાયેલ ઇસ્લામિક નોલેજ સ્પર્ધામાં 120 ઉપરાંત જેટલી 20 વર્ષની ઉપરથી લઈ આઘેડ વયની મહિલાઓએ પણ ખૂબજ ઉત્સાહ સાથે હિસ્સો લીધો હતો જેમાં બે કલાક સુધી આ વૈકલ્પિક લેખિત પરીક્ષા યોજાઈ હતી જેમાં સાત પાનના પ્રશ્ન પત્રના પેપરોમાં આપેલા પ્રશ્નોના ઓપ્શન ઉપર મહિલાને માત્ર ટીક કરી જવાબો આપવાના હતા જેમાં મહિલાઓએ ઉત્સાહભેર જવાબો આપી હસતા મુખે આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી હતી જેમાં આ પરીક્ષાનું પરિણામ આગામી દિવસોમાં જાહેર કરાશે જેમાં આ લેખિત વૈકલ્પિક ઈસ્લામિક નોલેજ સ્પર્ધાની પરીક્ષામાં શ્રેષ્ઠ ત્રણ ક્રમે આવનાર તેમજ એક થી 50 નંબરે આવનાર મહિલાઓને મહિલાઓના આયોજન હેઠળનો કાર્યક્રમ યોજી સન્માનિત કરાશે અને રોકડ રકમ આપી પ્રોત્સાહિત કરાશે તેવી માહિતી મળવા પામી છે જેમાં પ્રથમ ક્રમે આવનારને મહિલાને રૂ. 7100/- બીજા ક્રમે આવનારને રૂ. 5100/- અને ત્રીજા ક્રમે રૂ. 4100/- નુ ઈનામ આપવામાં આવશે જ્યારે 4 થી 50 ક્રમે આવનાર પ્રત્યેક મહિલાને 500-500 રૂપિયાની રોકડ રકમ આપી પ્રોત્સાહિત કરાશે તેવી માહિતી મળવા પામી છે જ્યારે આજે યોજાયેલી આ ઇસ્લામિક નોલેજ સ્પર્ધા સમસ્ત હાલોલ મુસ્લિમ સમાજને જાગૃત કરવાના એક નવા અભિગમ સાથે હાલોલ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ યોજી હતી જેમાં તેઓના માર્ગદર્શન હેઠળ હાલોલ મુસ્લિમ સમાજની શિક્ષિત યુવતીઓ અને શિક્ષિત મહિલાઓએ આ સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કરી તેમજ મોટી સંખ્યમાં મહિલાઓએ પરીક્ષામાં હિસ્સો લઈ સમસ્ત હાલોલ મુસ્લિમ સમાજને એક નવી દિશા નવી રાહ ચિંધવાનું અનોખું અને ઉત્તમ કાર્ય કર્યું હતું.