૬૩૬ રોહિત સમાજના સમાજ બંધુઓ પંચમહાલ,મહીસાગર, વડોદરા,આણંદ, ખેડા અને અમદાવાદ એમ છ જિલ્લામાં વિસ્તરેલછે.આ સમાજના સામાજિક સુધારા માટે અને કુરિવાજોની નાબુદી માટે, શૈક્ષણિક અને આર્થિક ઉન્નતિ માટે સામાજિક બંધારણ બનાવી તેને બહાલી આપવા માટે સાત પર ગણા સમૂહના ટીંબા ગામ ખાતે અંદાજે પાંચ હજાર જેટલા સમાજના આગેવાનો, કાર્યકરો,સમાજ બંધુઓ માતાઓ,બહેનો,દીકરીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઢોલ નગારા અને શરણાઈના સુરો સાથે દીકરીઓ દ્વારા સામૈયું કરી સહુને પુષ્પોથી વધાવી સ્વાગત કરાયુ હતું.સંત શિરોમણી રોહિદાસ મહારાજ અને ડૉ.બાબા સાહેબ આંબેડકરને માલ્યાર્પણ કરી દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે બલ્ડ ડોનેશન કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ટીંબા ગામ ની દીકરીઓ દ્વારા રોહિદાસ મહારાજની પ્રિય પ્રાર્થના પ્રભુજી તુમ ચંદન હમ પાની..પ્રાર્થના તથા સ્વાગતગીત રજૂ કર્યા હતા.શબ્દોથી સ્વાગત સાત પરગણા સમૂહના પ્રમુખ કે.ડી.પરમારે કર્યું હતું.ત્યારબાદ સાત પર ગણા સમૂહના તમામ પ્રમુખ ઓ તથા ટીંબા ગામ ના આગેવાનો દ્વારા ગુલાબની પાંદડીઓ ની પુષ્પવૃષ્ટિ કરી સહુનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક પ્રવાચનો પૂજાભાઈ ખંભાળી,મણિલાલ વાનોતી, આર.કે.સોનારા સાઢેલી, મહિજીભાઈ કહાનવાડી ઇતિહાસમાં પ્રથમ વખત બંધારણમાં સ્ત્રી સશક્તિકરણ ની વાત તથા બહેનોને સમાન ભાગીદારી ની વાત મધુબેન તથા ઇન્દુબેન વાળા એ રજૂ કરી બંધારણ ની સમજ આપી હતી. સામાજિક બંધારણની રચના વિશે સુરેશભાઈ કોઠંબાએ વાત રજૂ કરી હતી.સામાજિક બંધારણના મુસદ્દાઓનું વાંચન કરવામાં આવ્યું હતું.જેમાં (૧)લગ્ન પહેલાં પ્રાથમિક પસંદગી-નરેન્દ્રભાઈ જેઠોલી(૨)સગાઈ અને વ્યવહાર-ડો.વસંત ચાવડા કથાણા(૩)પુનઃલગ્ન,બીજવર, દ્વિ પત્ની-રમણભાઈ ઘોઘંબા (૪) સીમંત પ્રસંગ અને વ્યવહારો -રસિકભાઈ મહેમદાવાદ (૫)મરણોત્તર ક્રિયાઓ અને વ્યવહારો -મગનભાઈ વડેલી(૬)છૂટાછેડા-પ્રો.મહેશભાઈ ઘોઘાવાળા અને દિનેશભાઇ ખેરડા (૭)સામાજિક બંધારણનું અમલીકરણ-પ્રેમજીભાઈ ખીજલપુર(૮)સામાજિક બંધારણની મર્યાદા અને શિક્ષણફંડ બાબુભાઈ સાંઢાસાલ ત્યારબાદ એક પાત્રિય અભિનય બાળા દ્વારા અદ્ભૂત રીતે રજૂ કરાયું હતું.કાર્યક્રમનો સારાંશ-પુસ્તિકા છપાવવાની અનુમતિ,તેમજ સામાજિક બંધારણના અમલીકરણની જાણકારી,પ્રિન્ટિંગ કમિટીની રચના વિશે વિશાળ જન સમુદાયને જગદીશભાઈ મકવાણા મધવાસ દ્વારા સમજ આપી આ બંધારણનો અમલ તારીખ ૨૪/૦૨/૨૦૨૪ માધી પૂનમ રોહિદાસ મહારાજ ની જન્મજયંતી થી કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. જેને સહુ સમાજ બંધુઓએ ઉમળકાભેર વધાવી લીધી હતી. પ્રતિજ્ઞા વાંચન ચંદ્રકાન્તભાઈ વળદલા અને પ્રો.કનુભાઈ વાળા એ કર્યું હતું.ડી.કે.અંજારીયા, એલ.ડી.જાદવ,સુનિલભાઈ પાલ્લા નિલેશભાઈ અભેટવા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરસોત્તમભાઈ ભુરખલ, દિનેશભાઇ તરખંડા,રોહિતભાઈ ડેસરીયા,ચંદ્રકાન્ત ટૂંડેલ, દિનેશભાઇ ઉમરેઠ અને કિરીટભાઈ સામાયા દ્વારા કરવામાં આવ્યુ.આભાર વિધિ પ્રવીણભાઈ મકવાણા ટીંબા ગામ એ કરી હતી.રાષ્ટ્રગાન ગાઈ કાર્યક્રમ ની પુર્ણાહુતી કરાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#Bhavnagar | મહુવા માં ઠેર ઠેર ગણપતિ બાપા ની મૂર્તિઓના વેચાણ | Divyang News
#Bhavnagar | મહુવા માં ઠેર ઠેર ગણપતિ બાપા ની મૂર્તિઓના વેચાણ | Divyang News
BSNL Cheapest 2GB Plan: बीएसएनएल देता है सबसे सस्ता प्लान; Airtel और जियो भी हैं मंहगे
जहां जियो और एयरटेल अपने कस्टमर्स के लिए 5G की सुविधा ला रहे है। वही वीआई और BSNL अभी इस दिशा में...
কোটালকুছি শতচণ্ডী যজ্ঞৰ পূৰ্ণাহুতিত অসংখ্য ভক্তৰ উথপথপ
বৰভাগ ৰাজহচক্ৰৰ অন্তৰ্গত কোটালকুছি শ্ৰীশ্ৰী জয়জগন্নাথ মন্দিৰৰ দ্বি-শতবাৰ্ষিকী সমাৰোহ যোৱা...
Traders Hotline | Portfolio Tips: अपने Portfolio पर आपको कितना है भरोसा? | Share Market Trading
Traders Hotline | Portfolio Tips: अपने Portfolio पर आपको कितना है भरोसा? | Share Market Trading