હાલોલ તાલુકાના છતરડીવાવ ગામે રહેતા 40 વર્ષીય વિજયભાઈ ભાઈલાલભાઈ રાઠવા તેમજ છતરડીવાવ ગામે પોતાની સાસરીમાં મહેમાન બનીને આવેલા ગોધરા તાલુકાના નવીધરી ગામે રહેતા સંજયભાઈ પુનમભાઈ બારીયા ઉં.વર્ષ 40 એમ બન્ને વ્યક્તિઓ બાઈક પર બેસીને છતરડીવાવ ગામેથી આજે શનિવારે બપોરના સુમારે નાથકુવા ગામે જઈ રહ્યા હતા તે દરમ્યાન નાથકુવા ગામે મુખ્ય રોડ પર એક માલવાહક લોડિંગ છકડો રીક્ષાના ચાલકે પોતાના વાહનને બેફામ પૂરઝડપે ગફલત ભરી રીતે હંકારી લઈ આવી બાઈકને અડફેટે લઈ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં છકડાની ટક્કરથી બાઈક સહિત રોડ પર પછડાયેલા વિજયભાઈ રાઠવાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે કરુણ વિજયભાઈ રાઠવાનું કરુણ મોત નિપજ્યું હતું જ્યારે સંજયભાઈ બારીયાને મોઢા સહિતના ભાગે ઇજાઓ પહોંચી હતી જેમાં અકસ્માતના બનાવની જાણ થતા પાવાગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત સંજયભાઈ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા જ્યાં સંજયભાઈ ને પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવારની જરૂરત ન હોઈ રજા આપવામાં આવી હતી જ્યારે મૃતક વિજયભાઈના મૃતદેહને પણ પોસ્ટમોર્ટમ માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતો જ્યાં વિજયભાઈ રાઠવાના મૃતદેહનું રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવી અંતિમવિધિ માટે તેઓના પરિવારજનોને સોંપવા માટેની તજવીજ હાથ ધરાઈ હતી જ્યારે પાવાગઢ પોલીસે આ ગમખ્વાર અકસ્માત સર્જનાર લોડીંગ છકડાને ઝડપી લઇ છકડાના ચાલક સામે પાવાગઢ પોલીસ મથકે અકસ્માતની ફરિયાદ નોંધવા સહિતની આગળની કાયદાકીય કાર્યવાહી અંતર્ગત વધુ તપાસ હાથ ધરી છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं