પાવીજેતપુરમાં ૭૫ મો પ્રજાસત્તાક પર્વ ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવાયો
પાવીજેતપુર માં ૭૫ મો પ્રજાસત્તાક પર્વ ખૂબ જ ઉત્સવ ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો હતો. તીનબત્તી ઉપર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી દેશભક્તિમય વાતાવરણ બની જવા પામ્યો હતું. જ્યારે તાલુકા નો પ્રજાસત્તાક પર્વ કોલયારી પ્રાથમિક શાળામાં ઉજવાયો હતો.
પાવીજેતપુર માં ૭૫ મો પ્રજાસત્તાક પર્વ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. પાવીજેતપુરના હૃદય સમાન વિસ્તાર તીનબત્તી ઉપર નગરના ડેપુટી સરપંચ મોન્ટુ શાહ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ સમયે પાવીજેતપુર હાઈસ્કૂલના બાળકો દ્વારા દેશભક્તિમય વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. જેને નિહાળી ઉપસ્થિત જનતા મંત્ર મુગ્ધ થઈ જવા પામી હતી. પાવીજેતપુર સનરાઈઝ હાઇસ્કુલ માં શ્રીમતી વી આર શાહ સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય સંજય શાહ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. જ્યારે બાબા સાહેબ આંબેડકર ચોકમાં પૂર્વ એપીએમસી પ્રમુખ ઉમેશભાઈ શાહ દ્વારા, પાવીજેતપુર હાઈસ્કૂલમાં મંડળના પ્રમુખ અતુલભાઈ શાહ દ્વારા, પાવીજેતપુર તાલુકા શાળામાં શાળાની એલ આર દ્વારા, ભેન્સાવહી હાઈસ્કૂલમાં નિવૃત્ત થનાર શિક્ષક જયેશભાઇ જોષી દ્વારા, શીથોલ હાઈસ્કૂલમાં આચાર્ય શાહિદભાઈ શેખ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. જ્યારે તાલુકાનો પ્રજાસત્તાક પર્વ કોલયારી ૧ પ્રાથમિક શાળામાં ઉજવાયો હતો. જ્યાં મામલતદાર શ્રીએ ધ્વજવંદન કરી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.